________________
સમયને માળખે. સમય વ્યતીત કરવો સારે, એમ ધારી તે લેકેએ એ કાઉસ્સગ શરૂ કરેલો, પણ ધીરે ધીરે તે વિધિરૂપે પેસી ગયા. જેમ ખરતરગચ્છવાળાઓ દાદાસાહેબને કાઉસ્સગ્ન કરે છે, પણ જ્યારે દાદાસાહેબ નહિ થયા હતા, ત્યારે કેને કાઉસગ્ન કરતા હશે? આમ શુભ અભિપ્રાયથી સમયને સફળ કરવા કેઈએ કાઉસ્સગ્ન કેદ વખત કર્યો. પણ ધીરે ધીરે તે વિધિરૂપે પ્રવેશી ગયો અને કઈ સમયે કેઈ કાઉસ્સગ ન કરે, તે તેનું આખું પ્રતિક્રમણ અવિધિરૂપે ગણવામાં આવે. આ પણ છે સ્ત્રી ગણી નું જ પરિણામ છે ને !
એક ગામમાં સાંવત્સરિક પ્રતિક્રમણ કરતી વખતે દીવો રાખવાનો રિવાજ પડી ગયેલ. તેમાં કેટલાક સમજુ લેકેએ દી નહિ રાખવાનું જણાવ્યું, ત્યારે બીજો પક્ષ વિરોધ કરવા લાગ્યો કે “ નહિ, આ જૂનો રિવાજ છે. આ રિવાજ કેમ બંધ થઈ શકે ? શું અમારા વડવાઓ મૂર્ખ હતા કે આવો રિવાજ રાખ્યો; તેમણે પ્રાચીન શાસ્ત્રોમાં સાંવત્સરિક પ્રતિક્રમણની જૂની વિધિમાં આવો ઉલ્લેખ જે હશે. ત્યારેજ દી રાખતા હશેને ? આજ કાલ છાપાં થઈ ગયાં. બધી વિધિઓ છપાઈ ગઈ. એમાં બધે ગેટ વો” ઈત્યાદિ પ્રતિપાદન કર્યું. છેવટે તે પક્ષને સમજાવવામાં આવ્યો કે “મહાનુભાવો ! પચાસ સો વર્ષ ઉપર લેકમાં જ્ઞાન ઓછું હતું. યતિ શિથિલાચારી થઈ ગયા હતા. સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે લેકે ભેગા થતાં વિલંબ કરતા, આખરે ધીરે ધીરે ભેગા થતાં રાત પડી જતી, યતિને સાંવત્સરિક પ્રતિક્રમણનાં કેટલાંક સૂત્રો કંઠસ્થ નહિ અને લખેલ પાનામાંથી વાંચીને કહેવું પડતું. તેથી દીવાની જરૂરત પડેલી, પરતુ દી રાખવો એ કંઈ વિધિ નથી, પ્રતિક્રમણમાં દીવાની ઉજેહ પડે, તેય દોષ લાગે, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com