________________
વસે પણ આવી છે વ્યાખ્યાન વાંચવાના હોય છે, ત્યાં ચંદરવા, પૂઠીયું, બાજ, ચાંદી આદિની ઠવણી વિગેરે ગોઠવવામાં આવે છે. એક ગામમાં અમે ગયા. ચંદર, પૂઠીયું બાંધ્યું ન હતું. વ્યાખ્યાન શરૂ કર્યું, ત્યારે એક શ્રાવક ભાઈ બોલી ઉઠયાઃ “સાહેબ, જરા થંભી જાઓ, ચંદરવો, પૂઠીયું લેવા માણસ ગયાં છે. ” તેને કહેવામાં આવ્યું “ ભાઈ, ચંદરવા પૂઠીયા વિના વ્યાખ્યાન ન વંચાય ?” તેણે જવાબ આપો-“ના, કઈ મુનિરાજ અમારે ત્યાં એવા નથી આવ્યા કેચંદર–પૂઠીયું બાંધ્યા પહેલાં વ્યાખ્યાન શરૂ કર્યું હોય, અમારે ત્યાં અનાદિ કાળથી આ રિવાજ ચાલ્યો આવે છે. ચંદર, પૂંઠીયું બાંધવું જ જોઈએ. પરંપરા પ્રમાણે ચાલવું જોઈએ. ”
વિચાર કરવાનો વિષય છે કે શું ચંદરવો પૂઠીયું બાંધવું એ શાસ્ત્રોક્ત નિયમ હોઈ શકે ? ચંદરવો પૂડીયું બાંધ્યા વિના શું વ્યાખ્યાન ન વંચાય ? ચંદર, પૂઠીયું બાંધ્યા વિના કરેલું વ્યાખ્યાન અવિધિવાળું થાય ? પણ “ઉછેરે રટી ગાતી હૈ ને જ માન આપવું હોય ત્યાં બીજો શો ઉપાય ?
એક ગામમાં ૫-૭ શ્રાવકે પ્રાતઃકાળમાં પ્રતિક્રમણ કરવા એકઠા થયેલા. ત્યાં એક નવો માણસ આવ્યો. ચાર લેગસ્સને કાઉસ્સગ કયો પછી પેલા નવાએ ચિત્યવંદનને આદેશ માગે. ત્યારે એક બોલ્ય-“નહિ, પાંચ જ્ઞાનની આરાધના અને કર્મ ક્ષયને કાઉસ્સગ્ન કર્યા પછી ચિત્યવંબ થશે. અમારે ત્યાં આ પ્રમાણે હમેશાંથી રિવાજ ચાલ્યા આવ્યો છે. ” ઠીક, પેલા નવાએ તેમ કર્યું; પણ શંકા રહી ગઇ કે વિધિ કઈ સાચી ? આખરે કઈ જ્ઞાની ગુરૂને પૂછયું ત્યારે ખાતરી થઈ કે શ્રાવકે વહેલા મેડા આવતાં સૌને સાથે લેવા માટે જ્યા ભી જઈને બેસી રહેવું પડતું, તેના કરતાં જ્ઞાનની આરાધના અને કર્મક્ષયને કાઉસ્સગ્ન કરવામાં
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com