________________
સમયને ઓળખે. છોકરાને વાસક્ષેપ નાખે તે અમુક રકમ, છોકરી નાખે તે અમુક રકમ. આ રિવાજ માટે પણ જે કંઈ કહે કે ભાઈ, વાસક્ષેપ નાખવામાં પણ કિંમત ? ત્યારે એને જવાબ મળે કે તે સાવિ દે | અમારાથી કેમ ફેરવાય ? અને વધારે દીર્ધદર્શ પુરૂષો તે એ જ જવાબ આપે કે એ નિમિત્તે આવક થાય છે. આવક બરાબર છે, આવકનો માર્ગ તે સારે, એમાં કોઇથી ના પડાય તેમ નથી.
કહેવાની મતલબ કે કોઈ પણ રિવાજ રાખો કે ન રાખો, એ સંધની અનુકૂળતા કે મુનસફી ઉપર આધાર રાખે છે, પરંતુ આવા રિવાજોમાં તથ્ય શું છે ? શાથી આ રિવાજે પડયા છે ? આ રિવાજે કયારથી પડયા છે ! આ રિવાજને ફેરવવામાં આવે છે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા જેવું તે નથી થતું ? અથવા -શાસ્ત્રીય દેષ તો નથી લાગત ! ઇત્યાદિ બાબતેને જરૂર વિચાર કરવામાં આવે તો કેટલાક ગચ્છ સંબંધી, કે પરંપરા સંબંધી સામ્પ્રદાયિક ઝઘડાઓ, કે જે આપણું અજ્ઞાનતાથી કરી રહ્યા છીએ, તે ઘણે ભાગે ઓછા થઈ જાય.
દાખલા તરીકે–એ વાત ખરી છે કે તપાગચ્છના સાધુઓ પહેલાં વ્યાખ્યાન સમયે મુહપત્તિ મુખ પર બાંધતા હતા. એ વાત કેટલાક રાસાઓ-ગ્રંથમાંથી પણ મળી આવે છે. પરંતુ તે વખતે તેમ કરવાનું કારણ હતું. અને તે કારણ એ જ કે પહેલાં તાડપત્ર ‘ઉપર લખેલા લાંબા લાંબા પાનાના ગ્રંથો હાથમાં રાખીને વાંચવા પડતા. આથી પુસ્તક પકડવામાં જ બને હાથે કામમાં આવી જતા, ત્યારે મુહપત્તિ કયાં રાખવી ? અને ઉઘાડે મોંએ -બાલવામાં તે આશાતના થાય, અતએવી વ્યાખ્યાન સમયે બાંધતા, પરતુ હવે તે કારણ રહ્યું નથી. એક હાથમાં મુડપત્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com