________________
કન સાહિત્ય. વધારી રહ્યા છે, એટલું જ નહિ પરંતુ પોતપોતાના વિષયને લગતા Jથેના અનુવાદ કરીને-નિબંધ લખીને અપુર્વ પ્રકાશ પાડે છે. સ્વર્ગસ્થ ગુરૂદેવની યોજનાને માન આપી આ વિદ્વાનોએ પિતાના વિષયને લગતા જે નિબંધ લખી મોકલ્યા છે, એ મારી વાતને દઢ કરે છે. આ નિબંધ સંગ્રહ બહાર પડશે, ત્યારે જગતને ખાતરી થશે કે જે વિષય ઉપર અત્યારે જૈન સમાજમાં એક પણ વિદ્વાન શો યે જડત નથી, એવા વિષય ઉપર પણ તેઓમાંના કેટલાકોએ ખાસ્સે પ્રવેશ કર્યો છે.
આ પાશ્ચાત્ય વિદ્વાનેને જૈનધર્મ પ્રત્યેનો શોખ માત્ર અભ્યાસ કરવા પૂરતા જ નથી રહ્યો પરંતુ તેઓ જૈન આગમે અને એવા ગ્રંથને આજકાલની પાશ્ચાત્ય પદ્ધતિ પ્રમાણે સંશોધન કરી બહાર પાડવાના વિચાર પણ કરી રહ્યા છે; લગભગ પાંચેક વર્ષ ઉપર છે. થોમસ, જ્યારે મુંબઈમાં સ્વર્ગસ્થ ગુરૂદેવ શ્રીવિજયધર્મસૂરિ મહારાજ પાસે આવ્યા, ત્યારે તેમણે પોતાને આ વિચાર જણાવ્યું હતું. પરંતુ કઈ પણ કાર્યમાં અને તેમાં ખાસ કરીને આવા વિશાળ કાર્યમાં આર્થિક ચિંતાઓ ગમે તેવા ઉત્સાહી કાર્યદક્ષ અને યોગ્ય માણસને પણ નાસીપાસ બનાવે છે. થોડા વખત ઉપર શ્રીયુત પી. એલ. વિઘ, એમએ. ડી. એ નામના વિદ્વાન, કે જેઓ સુપ્રસિદ્ધ જૈન કેલર . જેકેબીના શિષ્ય છે. અને જેઓ જૈન સાહિત્યને સારે અભ્યાસ કરે છે, તેઓએ શ્રીવિજયેંદ્રસૂરિ મહારાજ ઉપરના એક પત્રમાં જે કેટલીક હકીકત જણાવી છે, તેમાં એક એ પણ છે કે જૈન સાહિત્યને અભ્યાસ કરવા માટે જૈન ગ્રંથે. મેળવવામાં તેમને કેટલીક મુશ્કેલીઓ નડી હતી. તે સિવાય તેમણે જે એક અગત્યની બાબત લખી છે, તે તરફ હું જૈન સમાજના આગેવાનું ધ્યાન ખેંચું છું. તેમાં તેમણે લખ્યું છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com