________________
શિક્ષા.
જ ભણવવામાં આવે છે. હા, જૈન વિદ્યાર્થીઓ, જૈન સંસ્થા અને મદદ કરનારા પણ જૈન જ હોવાથી એકાદ કલાક ધાર્મિક શિક્ષણ આપવામાં જૈન શિક્ષણની “ ઈતિશ્રી ' સમજવામાં આવે છે. મારા નમ્ર મન્તવ્ય પ્રમાણે હવે તે સમય આવી લાગે છે કે જૈન સમાજે પિતાનાં બાળકે માટે સ્વતંત્ર શિલાલ, વિદ્યાલયે સ્થાપન કરવાં. રાષ્ટ્રની દૃષ્ટિએ સાચા દેશાભિમાની શહેરીઓ ઉત્પન્ન કરવા જેમ રાષ્ટ્રીય શાળાઓ અને વિદ્યાપીઠ સ્થાપન કરવા તરફ દેશના નાયકેનું દિલ પ્રેરાયું છે, તેવી જ રીતે સામાજિક, ધાર્મિક અને જ્ઞાતીય દૃષ્ટિએ જૈન સમાજે સ્વતંત્ર વિદ્યાપીઠે સ્થાપવાં જ જોઈએ. એ સ્પષ્ટ જેવાયું છે અને કેટલાક બૂમ પણ પાડે છે ( જો કે તેમની બૂમે કેવળ તિરસ્કાર બુદ્ધિથીજ નીકળે છે) કે જૈન બાળકે અને યુવકોમાં ધમની વાસનાઓ દેવ-ગુરુધર્મ ઉપરની શ્રદ્ધાઓ કમ થતી જાય છે. આને માટે માત્ર એજ ઉપાય વધુ સારે છે અને તે એ કે સ્વતંત્ર વિદ્યાલયો સ્થાપન કરવાં અને તેમાં એવું જ શિક્ષણ–એવાંજ પાઠ્યપુસ્તકાકારા આપવું જોઈએ કે જેથી ધર્મની વાસનાઓ સતેજ રહેવા સાથે જૈન બાળકે જૈન સંસ્કૃતિવાળું જ્ઞાન પ્રાપ્ત કરે. પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવે ઉત્તમ કુળવાન ગણાતા મનુષ્યનાં ઘરમાં દારૂ અને માંસને પ્રવેશ થયેલે કણ નથી જાણતું ? આવા ધના-ગર્ભ શ્રીમંતિનાં બાળકે સ્વાભાવિક રીતે કુસંસ્કારના ભોગ થઇ પડેલ હોય છે અને તેમાં વર્તમાન શિક્ષાથી પાશ્ચાત્ય સંસ્કૃતિનું પોષણ મળે છે. પરંતુ આ સ્થિતિ વધારે આગળ વધતી અટકાવવા અને સર્વ સાધારણ વર્ગમાં સુશિક્ષાને વિચાર કરવા સૌથી પહેલી તકે સ્વતંત્ર વિદ્યાલયે સ્થાપવા અને સ્થપાવવા તરફ શ્રીમતિ અને આચાયોદિ ધર્મના ધારિઓએ લક્ષ્ય વાળવાની જરૂર છે. દિનપ્રતિદિન વધતી જતી બેડિગો, આશ્રમ અને ભૂવનેથી જે કઈ વિદ્યાક્ષેત્રની
હ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat