________________
સમયને ઓળખો.
ત્યારેજ જણાય. અત્યારે તે ગુજરાત કાઠીયાવાડ નહિ છોડવામાં જનતાને એમ કહેવાનું કારણ મળે છે કે અમારા સાધુ સાધ્વીયેથી ગુજરાતનાં ચા-દૂધ છોડી શકાતાં નથી, અમદાવાદ સૂરતનાં ફૂલકાં મૂકાતાં નથી; તેઓ ભકતોની ભક્તાઇમાં મુગ્ધ બન્યા છે; તેઓ વાજા વગડાવવામાં મસ્ત બન્યા છે, તેઓ ચોક્કસ ગામના જાગીરદાર બન્યા છે, તેઓ દિલના એટલા કમજોર બની ગયા છે કેપિતાના રાગી ગામનું એક કૂતરું પણ આવીને વિનંતિ કરે છે તે ઝટ ડંડ કમંડલ હાથમાં લઈને તે તરફ વિહાર કરે છે; તેમને સુમધુર ગળીનાં ગીત ગમે છે, તેમને સે સે રૂપિઆના દુશાલા અને કાંબળાની હૂંફ ગમે છે, તેમનાથી પિતાના રાગી શ્રાવકનાં બાલ બચ્ચાઓને પ્રેમ મૂકી શકાતું નથી, તેમના પગ જકડાઈ ગયા છે. ગાઉ-બે ગાઉના વિહાર પછી ઢમઢમ કરતું ઢેલ સામૈયામાં ન આવે તે તેમને રહેવાતું નથી; તેમને આખો દિવસ ગૃહસ્થાની પંચાયત કરવા સિવાય આહાર પચતું નથી. તેમને પિતાનાં રાગી ગામને મેહ મૂકાત નથી, આમ તેમ જઈ આવીને પણ આખરે તેમને વટહુરચાં માત જ કરવું ગમે છે. તેમને સાધ્વીને પરિચય મૂકાત નથી. સાધ્વી વિના કપડાં કેણ જોઈ આપે, આઘા દેરા કેણ બનાવી આપે ? કાંબળીને ગેમૂત્ર કણ ભરી આપે ? તેમનાથી શિષ્યવૃદ્ધિને લેભ મૂકાતો નથી, પદવિ આ૫નારા રાગી શ્રાવકની દાક્ષિણ્યતા તેમણે જાળવવી જ જોઈએ છે. શિષ્યની લૂટાલૂટ ગુજરાત-કાઠિયાવાડમાં જ થઈ શકે, આ લાભ પણ જાતે કરાતા નથી. જનતાના ઉપર્યુક્ત આક્ષેપો કેને માટે કયાં સુધી લાગુ પડે છે, એના વિવેચનમાં ઉતરવાની કંઈ જરૂર નથી. અએવ સમુચ્ચયરૂપે એટલું જ કહેવું બસ થશે કે ગુજરાત કાઠિયાવાડને છેડી છતર દેશમાં ઉપરનું કઇજ નથી. ત્યાં તો ભૂલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com