________________
સમયને આળખા.
નવા થનારા જેનાજ ઠેકઠેકાણે જૈન સાસાઇટીયા સ્થાપન કરશે, અને તે દ્વારા જૈન ધર્મના ન્હાનાં ન્હાના ટ્રેકટા જુદી જુદી ભાષાઓમાં અપાવી તેના પ્રચાર કરશે. ઘણા અજૈને ભદ્રિક પરિણામી બનશે. અરે ઘણા અજૈતા જૈન બનશે; તે પાતપેાતાના દેશમાં જૈન સાહિત્ય અને જૈનધર્મના પ્રચાર કરશે . અને આવી રીતે આપના ઉપદેશ દ્વારા-આપના વિહાર દ્વારા જૈન શાસનની સાચી પ્રભાવના થશે. ગુજરાત અને કાઠીયાવાડને છેડતાં આપને ઉઠાવવી પડતી તકલીફાની અપેક્ષાએ ઉપરના લાભની આપ વધુ કિંમત આંકતા હા—નુકસાન કરતાં કષ્ટ ગુણો લાભ આપને જોવાતા હોય તો તે કષ્ટાને વ્હેરવાનું બીડુ ઝડપી લ્યો. નીકળી પડા ગુજરાત કાઠિયાવાડને છેાડી બીજા દેશામાં; પણ સમુર, ખીજા દેશોમાં કેવા સાધુઓએ કેવી સ્થિતિમાં કેવા સયોગોમાં, કેવા ઇરાદાથી બહાર નીકળવું, એ સંબંધી મારા આવતા લેખ વાંચવાની જરા તકલીક ઉડાવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com