________________
(૧૩) મહાવીર.
મહાવીર” એટલે જગતને ઉદ્ધારક, “મહાવીર' એટલે સત્યમાર્ગને પ્રકાશક: “મહાવીર' એટલે નિષ્પક્ષપાતની મૂર્તિ અને
મહાવીર એટલે જગતને સારો મિત્ર ! “મહાવીર” એ નામમાં રહેલી ચમત્કારિતા આપણાં હૃદયોને કેવાં ચમકૃત કરે છે ? એનું નામ લેતાં આપણુંને કેટલે હષોતિરેક થાય છે ? કેમ ન થાય ? જેના જન્મથી ત્રિકીમાં આનંદ પ્રગર્યો હતો, જેના જન્મથી નારકીના છાને પણ સુખને સંચાર થયો હતો, જેના જન્મથી ઇદ્રનું આસન કયું હતું, તે દિવસ અને તે ઘડીને કેણ યાદ ન કરે ? આજનો દિવસ તેજ પવિત્ર દિવસ છે. આજનો દિવસ તેજ પરમ પિતા મહાવીરને જન્મ દિવસ છે. આજના દિવસ તેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com