________________
મહાવીર.
ગામ ગામ મહાવીર જયન્તી ઉજવાશે, ઘણાં વર્ષોથી જયન્તી ઉજવાઈ રહી છે. વાજાં વાગશે, વડા નિકળશે, પૂજાઓ ભણશે, પતાસાં વહેંચાશે, વ્યાખ્યાને થશે, જય બોલાશે, અને રાત્રે રોશનાઈ થશે. બસ, જયન્તી ઉત્સવ સમાપ્ત. પછી વહેલી આવજે આવતા વર્ષની ચિત્ર સુદિ તેરશ.
પૂજ્ય મુનિવરે, અંતરાત્માને પૂછો ! મહાવીર દેવની જયતી આટલું માત્ર કરવા કરાવવામાં સમાપ્ત થાય છે ? જરા છાતીએ હાથ દઈને વિચારે. આંખ મીંચીને વિચારે. એ મહાવીર જયન્તી વાસ્તવિક જયન્તી થઈ ન કહેવાય. મહાવીર દેવના ઋણથી આટલું કયોથી આપણે મુક્ત નથી થઈ શકવાના ! આપણું કર્તવ્ય ઘણું બાકી કહે છે, આપણે ઘણું કામ કરવાનાં છે. જ્યાં સુધી જૈન સમાજમાં અજ્ઞાનતા ફેલાએલી છે, જ્યાં સુધી હજારે જૈનોને એક વખતનું અન્ન પણ ખાવાને મળતું નથી, જ્યાં સુધી હજારે યુવકે જાતીય બંધારણને ભોગ થઈ દિવસે દિવસે પરધર્મમાં ભળી રહ્યા છે, જ્યાં સુધી જૈનધર્મને પાળનારી જાતિ સાથે પણ આપણે પરહેજ રાખીએ છીએ, જ્યાં સુધી જૈનધર્મને ગુજરાત-કાઠિયાવાડ અને મારવાડ મેવાડના ખૂણામાંજ આપણે દબાવી રાખ્યો છે, જ્યાં સુધી મગધ અને બંગાલ જેવા દેશોમાં પણ અહિંસાને પ્રચાર કરવા બહાર નીકળતા નથી, આપસના વૈમનસ્ય દૂર કરી સાધુ સંગઠન પૂર્વક જૈનશાસનની ઉન્નતિના વિચાર કરતા નથી, જ્યાં સુધી જ્વળ આપણુજ સ્વાર્થ તરફ આપણું લક્ષ્યબિંદુ બંધાયું છે, અને જ્યાં સુધી આપણે દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવને જોઈને કાર્ય કરાવી શકતા નથી, ત્યાં સુધી મહાવીર જયન્તી ઉજવી કદી પણ મનાય તેમ નથી. અને ન આપણે મહાવીર પિતાના સાચા ભકત તરીકે હોવાને દાવો કરી શકીએ તેમ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com