________________
સમયને ઓળખો.
ઉપરજ રહેલો છે, એજ ઉપદેશકે રાગ-દેષને પાતળા કરવા કોશિશ ન કરે-બક્કે જાણે કે એક બીજાનાં રાજ્યો ન લૂંટાઈ જતાં હોય, એમ રાગ દ્વેષ વધારે-એક બીજાની નિંદા કરી એક બીજાના શિષ્યને હડપ કરવા મરચાં માંડે, એક બીજાનાં પુસ્તકે પચાવવા કાવાદાવા રચે, એક બીજાને હલકા પાડવા હેંડબીલે છપાવે, એક બીજાનાં છિદ્રો ઉઘાડે, એક બીજાથી પોતાની ઉત્કૃષ્ટતા અને બીજાની અપકૃષ્ટતા પ્રકટ કરે–આ બધાં રાગ-દ્વેષને પાતળાં કરવાનાં કારણો છે કે વધારવાનાં, કોઈ બતાવશે કે? ત્યાગની મૂર્તિ ગણાતા મુનિઓમહાવીરના લેબાસમાં રહેલા સાધુઓ-મહાવીરનો ઝડે ધારણ કરી વિચારનારા મુનિવરેને એ મહાવીરના નામપર, મહાવીરના ધર્મ પર, મહાવીરના ઉપદેશ પર, અને મહાવીરની આજ્ઞા ઉપર જરા પણ અનુરાગ હેય-જરા પણ આસ્થા હેય-જે જરા પણ શ્રદ્ધા હોય તે કેવળ પિતાનાજ દુરાગ્રહની ખાતર ધર્મને નિંદાવે ખરા ? પિતાનાજ મહત્ત્વની ખાતર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને ભૂલવા જેટલું ભાન ભૂલે ખરા ? પિતાનાજ અભિમાનની ખાતર એક બીજાને મળી શાસનના હિતના વિચાર કરવા જેટલી ઉદારતા ન બતાવી શકે ખરા ? ચોકસ સંખ્યાના સાધુઓ પણ સંગઠન કર્યા સિવાય રહી શકે ખરા ? પરતુ ખરી વાત એ છે કે વસ્તુ ભૂલાઈ છે. લક્ષ્ય ચૂકાયું છે, નિસાન બદલાયું છે. મહાવીરનું તે નામ છે. નથી દેશની દાઝ કે નથી ધર્મની, નથી સમાજની દાઝ કે નથી સાધુ સમુદાયની ! દાઝ છે આત્માની. દાઝ છે માન-મર્તબાની, દાઝ છે પિતાની ઈજ્જતની,દેશ દુઃખી થાએ, સમાજ સડી જાઓ, ધર્મની નિંદા થાઓ. કંઇ પરવા નથી. અમારૂં તે નામ થાય છે ને ? અમારી આગળ તે વાજાં વાગે છે ને ! અમારું નામ તે છાપામાં આવે છે ને ! બસ, દરકાર છે એની. અત્યારે તો ખરી જયન્તી આજ ઉજવાઈ રહી છે. આજે
૮૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com