________________
જૈન સાહિત્ય. જૈન સાહિત્ય સંબંધી શંકાઓ હતી, તેનું પરિમાર્જન કર્યું છે. યુનિવર્સિટીમાં જૈન ગ્રંથે દાખલ કરાવી અનેક જૈન-અર્જન અભ્યાસીઓને અભ્યાસનું સાધન વધારી આપ્યું છે. નવા નવા અનેક ગ્રંથની યોજનાઓ કરાવી જૈન સાહિત્યની શ્રીવૃદ્ધિ કરાવી છે. બકે એતદેશીય અને પાશ્ચાત્ય અનેક વિદ્વાનોના મુખથી એમ સ્પષ્ટપણે કહેવરાવ્યું છે કે હિન્દુ અને બૌદ્ધ સાહિત્ય કરતાં જૈન સાહિત્ય ઘણું વધી જાય છે. સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્ય, બલિક ગુજરાતી ભાષાની પણ રક્ષા કરનાર જૈન સાહિત્ય છે. જૈન સાહિત્યની છેલ્લા પચાસ વર્ષની પ્રવૃત્તિઓ-પ્રગતિએ તો જગતમાં અવનવું રૂપાંતર કરી મૂક્યું છે. એ પ્રવૃત્તિઓ જ લીપઝીગ, બર્લિન, હેમ્બર્ગ અને હીડનબર્ગ આદિની યુનિવર્સિટીમાં જૈન ગ્રંથેજૈન આગમને અભ્યાસ શરૂ કરાવ્યો છે. સેંકડો ગ્રંથના અનુવાદ બહાર પડાવ્યા છે. જૈનોના કથાસાહિત્ય અને એવા બીજા બીજા વિભાગે માટે વિદ્વાન પાસે ઉચ્ચકોટીના અભિપ્રાયો બહાર પડાવ્યા છે. બલ્કિ વિદ્વાનેને ત્યાં સુધી આકર્ષ્યા છે કે અજૈન વિદ્યાને જૈન આગમનાં નવીન સંસ્કરણો વિવેચનાત્મક રીત્યા બહાર પાડવાના પ્રયત્ન કરી રહ્યા છે. શું આ ઓછું પરિવર્તન છે ? શું આથી જૈનધર્મનું ઓછું ગૌરવ વધ્યું છે ? જે જૈનસાહિત્ય સેંકડો વર્ષોથી ભંડારેમાં ગોંધાઈ રહ્યું હતું એમ ગોંધાઈ રહ્યું હત, જૈનસાહિત્યને બહાર લાવવાથી ધર્મને નાશ થાય છે, એ માન્યતા જેમની તેમ કાયમ રહી હત, જૈનસાહિત્ય જૈન આગમ આદિને છપાવવાથી આશાતનામાં આખી સમાજ ડૂબી જશે, એ ભય કાયમ રહ્યો હત, અરે, જૈનસાહિત્ય જૈન આગમને અભ્યાસ તે ચક્કસ યોગદહન કરનારા સાધુઓજ કરી શકે, બીજા કેઈથી તે એને સ્પર્શમાત્ર ન થાય, એ સિદ્ધાન્ત બરાબર પકડી રખાયો હત, તે આજ આવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com