________________
મહાવીર.. જગતના પ્રાણિમાત્રને આનંદિત બનાવનાર દિવસ છે. આજના દિવસ એ ત્રણ સાઠ દિવસેને શિરોમણિ દિવસ છે. આજના દિવસની પવિત્રતા શી વર્ણવવી? જે વખતે ભારતવર્ષમાં ઘેર હિંસા પ્રસરી રહી હતી, જે વખતે ભારતવર્ષમાં ધર્મના નામે કેસલા ચાલી રહ્યા હતા, જે વખતે ભારતવર્ષ આર્યવને ભૂલી અનાર્યત્વના રંગમાં રંગાઈ રહ્યા હતાતે વખતે અહિંસાની ઉઘણા કરનાર, સત્યને સંદેશ પહોંચાડનાર, શુદ્ધ આર્યવનું પ્રેમનું સ્વરૂપ સમજાવનાર અને પ્રાણિમાત્રનાં હૃદયમાં પવિત્રતાનું સિંચન કરનાર આ મહાવીરના જન્મ થયો હતો.
ભગવાન મહાવીરે જે ધર્મનો ઉપદેશ આપ્યો, એમાં ખાસ વિશેષતા હતી. તે વખતે ચાલતા જુદા જુદા ધર્મના ઉપદેશકો કેવળ જનતાને પિતાના વાડામાં લઈ જવાને બદ્ધ થયા હતા, ત્યારે ભગવાન મહાવીરે કેવળ નિઃસ્વાર્થ વૃત્તિથી જગતને સત્ય માર્ગ બતાવ્યા હતા. મહાવીરના ઉપદેશમાં ત્યાગનું પ્રાધાન્ય હતું. નાહિં કે પૌલિક ભાવો તરફ આસકિત. મહાવીરના ઉપદેશમાં તાત્વિકતા હતી, નહિં કે જૂડે આડંબર. મહાવીરે મુક્તિને અધિકાર–મહાવીર થવાના અધિકાર સૌને માટે બતાવ્ય; નહિં કે પોતાના જ ભકતને ! નહિ કે અમુક જાતિ, કુલ કે દેશમાં ઉત્પન્ન થયેલાઓને ! મહાવીરે એક ભેદે નહિ, પંદર ભેદે સિદ્ધ કહ્યા, એ જ એનું પ્રત્યક્ષ ઉદાહરણ. મહાવીરે બતાવેલા મુક્તિના અધિકારને સ્પષ્ટ કરતા એક આચાર્ય કથે છે:
नाशाम्बरत्वे न सिताम्बरत्वे
न तत्त्ववादे न च तर्कवादे । न पक्षसेवाश्रयणेन मुक्तिः
कषायमुक्तिः किल मुक्तिरेव ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com