________________
સમયને ઓળખે.
તેવા કિસ્સા-કહાનિયે પણ સાંભળવાને તૈયાર છે, અને ગમે તેવા આક્ષેપ-વિક્ષેપ કે એક બીજાની નિંદાનાં પ્રકરણે કે અધ્યયને પણ ત્યાં ગબડાવી શકે છે, પરંતુ મુનિવરે ! ઇતર દેશમાં તે બધું કંઇજ કામનું નથી. ત્યાં તે ભિન્ન ભિન્ન પ્રકારના, ભિન્નભિન્ન વિચારના અને ભિન્નભિન્ન વિષયના મનુષ્યો આપની પાસેથી ભિન્ન ભિન્ન પ્રકારને રસાસ્વાદ લેવાને આવવાના. તેમની ઈચ્છાની–તેમની પિપાસાને તૃપ્ત કરવી, એ તમારું કર્તવ્ય રહેવાનું. શાન્તિથી, મધુરતાપૂર્વક આપે તે રસ તેમના કાઠામાં ઉતારવાને. ત્યાં પિતાને કકકે ખરે કરવાને પ્રયત્ન નહિ ચાલવાને; ત્યાં બીજાના ઉપર આક્ષેપ-વિક્ષેપ કર્યો નહિં જ પાલવવાનો, ત્યાં યુક્તિઓ અને દલીલ પેશ કરવી પડવાની થતી શંકાઓનું શાન્તિ અને ગંભીરતાપૂર્વક સમાધાન કરવું પડવાનું, આ ઉપરથી સમજી શકાય તેમ છે કે-ઇતર દેશમાં જે સાધુઓ વિચરે તેમની ઉપદેશ પદ્ધતિ પણ વર્તમાન જમાનાને અનુકૂળજ હોવી જોઈએ. “ વર્તમાન જમાનાને અનુકૂળ થી મારી મતલબ એ નથી કે ઉપદેશકે પૃચ્છકની હા માં હા મેળવવી. નહિં, “વર્તમાન જમાનાને અનુકૂળ માંથી મારી મતલબ એ છે કે, ઉપદેશ પદ્ધતિ પ્રતિપાદક શૈલીવાળી હેવી જોઈએ, નહિં કે નિષેધક શૈલીવાળી. બીજાને બુરા કહેવા કરતાં સુંદરતાનું સ્વરૂપ પ્રકટ કરવું, એનું નામ પ્રતિપાદક શૈલી છે. કોઈનું પણ ખંડન કરવા કરતાં સત્ય સ્વરૂપને પ્રકટ કરવું, એનું નામ પ્રતિપાદક શૈલી છે. અસત્યનો તિરસ્કાર કરવા કરતાં સત્યનું સ્થાપન કરવું, એનું નામ પ્રતિપાદક શૈલી છે. કુસાધુની નિંદા કરવા કરતાં સસાધુનાં લક્ષણો, ધર્મો બતાવી આપવાં, એનું નામ પ્રતિપાદકશૈલી છે. આ પ્રતિપાદકશૈલીથી ઉપદેશ આપનાર, વ્યાખ્યા કરનાર ગમે ત્યાં પણ જનતા ઉપર પ્રભાવ પાડી શકે છે. અને અતએવ સાધુ
૯૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com