________________
સમયને ઓળખે, હેડકવાર્ટરે પહોંચાડવા, જુદાં જુદાં બહાનાં નીચે રૂપિયા એકઠા કરાવવા અને સાધુઓથી ને સ્વીકારી શકાય એવી વસ્તુઓ લાંબા વિહારનું કારણ બતાવી સ્વીકારવી. આ બધું લાખના બાર હજાર કરવા જેવું નહિ તો બીજું શું કહી શકાય ? માર્ગમાં ન આપ કે ગામમાં ઉપદેશ કે ન નીકળવું કે જેનેતરના ઘરમાં ગેચરી. માત્ર એક ગામથી બીજા ગામ અને બીજા ગામથી ત્રીજા ગામ એમ જમીન માપ્યા કરવી અને તીર્થસ્થાને પહોંચવું. એને અર્થ શે ? એ તીર્થયાત્રા કેવી જાતની ? સંયમને સત્યાનાશ વાળી અથવા ઠેકાણે ઠેકાણે જૈન સાધુઓ કે જૈન ધર્મ ઉપર લેકેને અનેક પ્રકારની શંકાઓનું કારણ આપી તીર્થયાત્રાએ ફરવાનું મહાવીર દેવ ફરમાવે ખરા ? કેટલાક એવા પણ દાખલા બને છે કે ગુજરાત-કાઠીયાવાડની માફક પિતાનું મહત્ત્વ બતાવવાની ખાતર અથવા ગમે તે કારણે સાવનું લંગર પણ સાથે રાખી પૂર્વ દેશની યાત્રાએ નીકળે છે. આનું પરિણામ શું આવે છે, એ કલ્પવું કંઇ કઠિન નથી. અજૈન પ્રજા, કે જેને જેન–સાધુઓને પરિચય કદિ થ નથી, અથવા જેઓ જૈન સાધુઓના આચાર-વિચારથી બિલકુલ અનભિન્ન હોય છે, તેવાઓને, આ સાધુ–સાષ્યિના એક સાથે વિચરવાથી અને બિલકુલ નજીક નજીકજ મુકામે કરવાથી કેવી કેવી કલ્પનાઓ કરવાનું કારણ મળે, એ સહજ સમજી શકાય તેવી હકીકત છે. આવી અવસ્થામાં ભોગ જેગે સાધુઓ અને સાથ્વિીની સંખ્યા લગભગ સરખી જ હોય, તે તે પછી કહેવું જ શું ? આનું નામ લાખના બાર હજાર નહિ તો બીજું શું ? આનું નામ ધર્મના બદલે અધર્મ પમાડવા જેવું નહિ તે બીજું શું ? અને તેટલાજ માટે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ગમે તેટલો વિદ્વાન અને કદાચ સહનશીલતાવાળે હૈય, તે પણ દ્રવ્ય-ક્ષેત્ર–કાળ
co Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com