________________
સમયને ઓળખે.
નહિં હતી, પરંતુ ભારતવર્ષના રાષ્ટ્રીય સંગઠનની સાક્ષાત મૂર્તિ ખડી થઈ હતી અને તે એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે-તે શતાબ્દિના ઉત્સવ ઉપર, કેવળ આર્યસમાજ નહિં, પરંતુ તે ઉપરાન્ત બીજા પણ જુદા જુદા ધર્માનુયાયિઓ મળી લગભગ ત્રણ લાખ મનુષ્યોની મેદની એકત્રિત થઈ હતી. જેમાં સાઠ હજાર તે ભારતની દેવીઓ-સ્ત્રીઓ હતી. ત્રણ લાખ મનુષ્યો એટલે શું ? આટલી આટલી કાંગ્રેસો થવા છતાં આવું દશ્ય કેઈએ કયાંય જોયું ! આ મેળે મેળેજ માત્ર નહિં હતું, ત્યાં ધાર્મિકશ્રદ્ધા–પૂજ્યભાવની ઉજવળતા સ્પષ્ટ દેખાઈ આવતી હતી. એટલી સ્ત્રીઓને સમુદાય હવા છતાં “બહેન” અને “માતા” ના નામથી સંબેધાતે લેકવ્યવહાર જનતાનાં હદમાં અપૂર્વ આનંદ ઉત્પન્ન કરતા હતા. ત્રણ લાખ મનુષ્યની મેદની મળવા છતાં વ્યવસ્થાપકે તમામની યોગ્ય વ્યવસ્થા જાળવવા તનતોડ મહેનત કરતા હતા. સેવાધર્મનું-આતિથ્ય સત્કારનું આથી જવલંત ઉદાહરણ બીજું શું મળી શકે તેમ હતું? એટલું જ નહિં, ત્રણ લાખ મનુષ્યોને મેળો હોવા છતાં એક પણ પિલીસને પહેરે નહે. માત્ર સ્વયંસેવકોની સેવા ઉપર જ બધું નિર્ભર હતું અને તેમ છતાં તારીફ એ વાતની હતી કે, કેઈની પણ વસ્તુ ખોવાઈ કે લૂંટાઈ નહોતી. કદાચ કેઇની ચીજ કયાંય પડી જતી, તે તત્કાલ સ્વયંસેવકદારા કાર્યાલયના તાબામાં પહોંચી જતી; અને માલધણી ત્યાં જતાં તુ તેને મળી જતી. વળી આ મેળામાં ખાસ એક એ પણ વાત ધ્યાન ખેંચનારી હતી કે—કોઈ પણ માણસ બીડી પીતે જેવા ન્હોત. બીડીના નિધની સૂચનાને તમામ માન આપ્યું હતું.
આ ઉપરાન્ત જુદા જુદા પંડાલેમાં વ્યાખ્યાનેની ધૂમ હવારના ૭-૮ થી રાત્રિના દશ વાગ્યા સુધી ( વચમાં અમુક એકાદ
૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com