________________
કઈ શીખશે કે ?
બહાર નીકળો, બીજાઓમાં જૈનધર્મનાં બી વાવવા માટે બહાર નીકળે. બહાર નીકળે અને શીખો. જગતમાં શીખવાનાં સાધન ઘણું છે. દુનિયાની પ્રવૃત્તિ ઉપર જરા ધ્યાન દે, ઘણું શીખી શકો છે. ઘણું જાણી શકે છે. જોયા અને જાણ્યા સિવાય સંકુચિતતાને પડદે દૂર થઈ શકતો નથી. જરા જૂઓ, દુનિયા કેટલી આગળ વધી રહી છે. પોતાના પૂજ્ય પુરૂષો માટે કેટલું કરી રહી છે ? પિતાના ધર્મનો પ્રચાર કરવા માટે, દેશનું ભલું કરવા માટે આપસઆપસનું સંગઠન કરવા માટે અને પોતાના સિદ્ધાન્ત જનતાના કર્ણગોચર કરાવવા માટે કેટલું કરી રહી છે ? જરા જોશે કે ? આંખ ઉઘાડશો કે? ઉદાર હૃદયથી નિરીક્ષણ કરશે કે ? હજુ પણ કંઈ પાઠ શીખશે કે? કંઈ આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરશો કે ? જૂઓ, જરા તાજેજ દાખલે, આપની હામે ઉપસ્થિત છે.
આર્ય સમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની શતાબ્દિમાં શું થયું ? સ્વામી દયાનંદ સરસ્વતી એટલે એક આધુનિક સમાજના સંસ્થાપક, સ્વામી દયાનંદ સરસ્વતી એટલે આય - સમાજના સિદ્ધાન્તો પ્રમાણેના સુધારક. સ્વામી દયાનંદ સરસ્વતી એટલે કોઈ સર્વજ્ઞ કે તીર્થકર નહિં, અને હિંદુઓની માન્યતા પ્રમાણેના કોઈ અવતાર કે પ્રભુ પણ નહિં. છતાં તેમણે પિતાના જીવનમાં જે કંઈ કર્યું, ભારતવર્ષમાં જે કંઈ જાગૃતિ આણી, જે સંદેશ પહોંચાડ્યો, જે કઈ ઉપદેશ આપે, એના બદલામાં એમના પ્રત્યે પૂજ્ય બુદ્ધિ રાખનારાઓએ શું શું કર્યું?
વર્તમાનપત્રો ઉપરથી અને ખાસ કરીને અહિંથી (શિવપુરીથી) ગયેલ મારા એક સ્નેહી શ્રીમાન પંડિત રામનાથજી શર્મા દ્વારા જે કંઈ ત્યાંનું દશ્ય જાણવામાં આવ્યું છે, તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે- સ્વામી દયાનંદ સરસ્વતીની શતાબ્દિ, એ સ્વામીજીની શતાબ્દિ
૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat