________________
સમયને ઓળખો.
ગ ગચ્છોમાં લડાઈ, મંદિરે મંદિરવાળાઓમાં લડાઈ, ઉપાશ્રય ઉપાશ્રયવાળાઓમાં લડાઈ, અને ક્રિયાપ્રિય લેકમાં ક્રિયાકાંડોની ભિન્નતા માટે લડાઈ. એમ જ્યાં જુઓ ત્યાં લડાઈ સિવાય શું દેખાય છે ? આ લડાઈની ભવાઈ તે ગૃહસ્થની, પણ પરમાત્મા મહાવીરના વેષ ઉપર તાગડધિન્ના કરનારા અમારા મુનિવર કે જેઓ ત્યાગ વૈરાગ્યની મૂર્તિ કહેવાય છે, અને જેઓ રાગ-દેશને સંસારમાંથી હાંકી કાઢવા ધર્મદંડ લઈને ચારે તરફ દેડદડા કરે છે, એમનામાં યે કયાં ઠેકાણું છે. શાસનના રાગની– મહાવીરના નામની બાંગ પોકારવાવાળા અમારા મુનિવરે પણ જ્યાં એક બીજાથી વધારે આડંબરવાળાં સામૈયાં કરાવવામાં જ મહાવીરના ધર્મને પ્રચાર સમજે, ઉજમણાં-ઉપધાન કે સંધ કઢાવવામાં જ પિતાની સત્તાનું પ્રાબલ્ય સમજે, એક બીજાનાં કાયોને, પછી તે શાસનની ઉન્નતિનાંજ કેમ ન હોય, તેડી પાડવામાંજ શાસનની શુભેચ્છકતા સમજે અને એક બીજાની નિંદા કરવામાંજ ચારિત્રધર્મની આરાધના સમજે, ત્યાં કેમ કહી શકાય કે મુનિરાજે પણ જૈનધર્મના પ્રચારને ચાહે છે ? અમારા મુનિવરેને ગુજરાત છેડી બહાર વિચરવું નથી, ગુજરાતના આડંબરનો મોહ મૂો નથી, દુનિયા જેવી નથી, અને જેઓ કદાચ બહાર નીકળે પણ છે, તેઓ કાંતિ સાધીનું લંગર પણ સાથમાં લઈ જમીન માપવા સાથે જૈનેતરમાં જુદી જ ભાવના ફેલાવે છે, અને કાંતિ બીજા દેશોમાં જઈને પણ ગચ્છાદિના ઝઘડાઓમાં પડી ઔર ઝઘડા વધારે છે. એટલે પરિણામે તે મીંડુજ.
પૂજ્ય મુનિવર ! જરા બહાર નીકળો, ધર્મના પ્રચારના નિમિત્ત બહાર નીકળે, દુનિયાની પ્રવૃત્તિ જેવાની અભિલાષાથી બહાર નીકળે; ઉદાર વૃત્તિથી બહાર નીકળે, શીખવાની બુદ્ધિથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com