________________
સમયને ઓળખો. એજ તીર્થ છે. અને તેની યાત્રા એજ તીર્થયાત્રા છે. તે સિવાયની તીર્થયાત્રાને પ્રાસંગિક લાભ ત્યાં જે મળતું હોય તે તેમણે લઈ લેવો જોઈએ. પરંતુ જે સાધુઓ વિદ્વાન છે, સમર્થ છે. ઉપયોગ પૂર્વક બીજા દેશમાં વિચરી શકે તેમ છે; દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના જાણનારા છે, તેમણે તે જરૂર ગુજરાત-કાઠિયાવાડને કે પિતાનાં માનેલાં ક્ષેત્રે ઉપરને અને પોતાના રાગી શ્રાવક શ્રાવિકા ઉપરનો મોહ દૂર કરી બીજા બીજા દેશમાં વિચરવું જ જોઈએ. પુનઃ પણ હું ભાર મૂકીને કહીશ કે તેમણે વિચરવું જ જોઈએ, અને તેમાં જ સાચી શાસનપ્રભાવના છે. ગુજરાત-કાઠિયાવાડમાં હજારે કે લાખે. રૂપિયા ભક્ત શ્રાવકેની પાસે ખચોવવામાં જે શાસનપ્રભાવના નથી. તે ઇતર દેશમાં વિચરી લેકેને જૈનધર્મનાં ત સમજાવવામાં રહેલી છે.
શાસનદેવ સર્વને સબુદ્ધિ આપે, અને અમારે સુયોગ્ય મુનિવર્ગ જુદી જુદી ટુકડીઓમાં જુદા જુદા દેશોમાં વિચરતે થઈ જાય, અને તે તે દેશમાં જૈનધર્મની વિજય પતાકા ફરકાવે એવી અંતઃકરણની ઈચ્છાપૂર્વક વિરમું છું.
જ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com