________________
સાધુ વિહાર. ઓએ આવા પ્રકારની ઉપદેશ પદ્ધતિ રાખવી જોઈએ. ખાસ કરીને જેણે ગુજરાત-કાઠિયાવાડ્માંથી ઇતર દેશમાં જૈન ધર્મને લઈ જવો છે, અથવા ગુજરાત-કાઠિયાવાડ ઉપરાંત બીજા દેશોમાં ગામે ગામ બજારે બજાર અને ઘરે ઘરે જૈનધર્મની પ્રભાવના કરવી છે, તેમણે તે આ પદ્ધતિ ખાસ કરીને અખત્યાર કરવી જોઈએ છે. અર્થાત જુદા જુદા દેશમાં વિચરનાર સાધુઓએ આ પદ્ધતિનું પ્રધાનતયા અવલંબન કરવું જોઈએ.
ઉપરના વિવેચન ઉપરથી એ સહજ સમજી શકાયું હશે કે – જૈન સાધુઓએ ગુજરાત કાઠિયાવાડને છેડી બીજા બીજા દેશમાં વિચારવાની જરૂર છે, પરંતુ તેમાં પણ યોગ્યતાને ખાસ વિચાર કરવાને છે અને તે સંબંધી વિચાર કરતાં ઉપર જણાવવામાં આવ્યું તેમ એ ચોકકસ જણાય છે કે–ઇતર દેશમાં તેજ સાધુએએ વિચરવું જોઈએ કે—જેઓ કોઈ પણ જાતના કષ્ટોને સહન કરી શકે તેમ હોય; જેઓ વપરશાસ્ત્રમાં વિદ્વાન્ હોય; વિદ્વાનની સાથે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને ઓળખનારા હોય, ઉપકરણ અને એવી વસ્તુઓના લોભથી રહિત હય, જેમના વિચારો કેવળ બીજા દેશોમાં જૈનધર્મનો પ્રચાર કરવાના હોય અને જેઓની ઉપદેશ પદ્ધતિ વર્તમાન સમયને અનુકૂળ અર્થાત હોટે ભાગે પ્રતિપાદક શૈલીવાળી હોય. તેમ જેઓ પરમતસહિષ્ણુતાનો ગુણ ધરાવતા હોય. આવી યોગ્યતા સિવાય કેવળ તીર્થયાત્રાના નિમિત્તે જ લાંબી ખેપ કરવી અને અનેક પ્રકારના આરંભસમારંભનાં પાપોને બે ઉપાડે, એ મને તે બિલકુલ અયોગ્ય જ લાગે છે. ઉપર્યુક્ત ચેગ્યતા સિવાયના સાધુઓએ તે ગુજરાત-કાઠિયાવાડના શ્રાવક શ્રાવિકાઓને વ્રત-નિયમો કરાવતા ફરવું, એ જ શ્રેયસ્કર છે, કે જેથી લાખના બાર હજાર કરવાને તે પ્રસંગ ન આવે. તેમનું સંયમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com