________________
સમયને આળખા.
એટલુજ નહિં પરન્તુ માઇલેાના માઇલેા સુધી શ્રાવકાની વસ્તીના અભાવ-એટલે કાઇ વખત આહારની જોગવાઇ મળે ચે ખરી, અને ન પણ મળે. આવી અવસ્થામાં સૌથી પહેલાં તે જિહવેન્દ્રિયના ઉપર કામૂ મેળવનાર સાધુ જ તે દેશમાં વિચરી શકે, મતલબ કે સહનશીલતાને ગુણુ સારી રીતે ધારણ કરનાર સાધુજ ઉપયુ કત દેશામાં વિચરવાને યેાગ્ય છે-તે દેશામાં ત્રણું સહન કરવુ પડવાનું. કેવળ આહાર સબંધી કષ્ટજ નહિ, ત્યાં વાદિએ મળવાના, તેમની સાથેની ચર્ચામાં તેઓ ગમે તેટલા તર્ક વિતર્કો કરે, પરન્તુ સાધુએ તા શાન્તિ પૂર્વકજ તેને સમજાવવાનું રહ્યું. ાઇ ઇતર કામવાળાને ત્યાં ભિક્ષાએ જતાં કિવા ગમે તે કારણે તેના ધરે જતાં તે તિરસ્કાર પણ કરે, પરન્તુ ત્યાં તેના તિરસ્કારથી નહિ ગભરાતાં શાન્તિપૂર્વક તેને વશ જ કરવા રહ્યો. આમ સહનશીલતાના ગુણુની ત્યાં ઘણીજ જરૂર પડવાની. ગુજરાત કાઠીયાવાડના પોતાના ભક્ત શ્રાવક ઉપર રાક જમાવવાનાજ જેને સ્વભાવ પડી ગયા હાય, તેમણે ધીરે ધીરે આવા દેશામાં પેાતાના સ્વભાવ સુધારવાજ રહ્યો. વળી દૂર દૂર વસ્તીના કારણે કવા ઉચિત સ્થાનને અભાવે કાઇ કાછ વખત ૧૦–૧૫૨૦ કે ૨૫ માઇલને પણ વિહાર કરવા પડે. આવી સ્થિતિમાં પણ સહનશીલતા જરૂર જોઇએ. ત્યાં આકુળ વ્યાકુળ થવું નજ પાલવે. ટૂંકામાં કહીએ તેા છતર દેશમાં વિહાર કરવામાં સૌથી પહેલી જરૂર સહનશીલતાના ગુણની છે. દરેક પ્રસંગે આ ગુણ ઉપયોગી થવાને. તમામ કાર્ય સિદ્ધિ આ ગુણને અવલબીને રહી છે. એટલે ઇતર દેશામાં વિચરવાની ભાવના રાખનાર સાધુઓએ આ સંબંધી ખાસ વિચાર કરવાના છે.
આ સિવાય ગુજરાત-કાઠિયાવાડને છે।ડી અન્યાન્ય દેશમાં તે જ સાધુએ વિચરવું જોઇએ કે જેઓ વિદ્વાન હાય. સથા
૬૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com