________________
સાધુ વિહાર
( ૧૧ ) જૈન સાધુઓની વર્તમાન પરિસ્થિતિને ખ્યાલ આપી, ગયા અંકમાં એ બતાવવામાં આવ્યું છે કે વર્તમાનમાં જૈન સાધુઓ, કે જેઓ મહટે ભાગે ગુજરાત-કાઠિયાવાડમાંજ અને તે પણ એક્કસ ક્ષેત્રમાં વિચર્યા કરે છે, તેમણે મારવાડ, મેવાડ, માળવા, પંજાબ, મગધ, બંગાળ અને દક્ષિણ આદિ દેશોમાં વિચરવાની ખાસ જરૂર છે. સાથે સાથે એ પણ બતાવવામાં આવ્યું છે કે ગુજરાત-કાઠિયાવાડમાં ધર્મની પ્રભાવના–શાસનની પ્રભાવના જે થાય છે, તેના કરતાં ઉપયુક્ત દેશમાં વધારે થવાની. ગુજરાત-કાઠિયાવાડમાં સાધુઓ "ઉપદેશ દ્વારા જે લાભ ઉઠાવે છે, તેના કરતાં ઇતર દેશમાં વધુ લાભ ઉઠાવવાના. એટલે શાસન પ્રભાવનાની કે ધર્મવૃદ્ધિની ઈચ્છા રાખનારા સાધુઓએ તે ગુજરાત-કાઠિયાવાડને છેડી છતર દેશમાં વિહાર કરવો જ જોઈએ.
હવે જ્યારે એ નિશ્ચિત થઈ ચૂક્યું કે ગુજરાત-કાઠિયાવાડને છેડી છતર દેશમાં વિહાર કરવાની આવશ્યકતા છે, ત્યારે આપણે હવે તેજ જેવાનું રહે છે કે ઉપર્યુકત દેશમાં કેવા સાધુઓએ વિચરવું જોઈએ ?
આ બહુ વિચારણીય પ્રશ્ન છે. વ્યવહારમાં આપણે જોતા આવ્યા છીએ કે—કઈ પણ કાર્ય ઉપર તેજ માણસની નિયુકિત કરવામાં આવે છે કે જે તે કાયને માટે એગ્ય હોય. મ્યતા વિના કાર્ય સંપવું કિંવા કાર્ય ઉપાડવું, એ તે કાર્યને બગાડવા કિંવા નુકસાન પહોંચાડવા જેવું થાય છે. ગુજરાત–કાઠિયાવાડને છોડી ઇતર દેશમાં વિહાર કરવો, એ કઠિનમાં કઠિન કામ છે. ઇતર દેશને આહાર ગુજરાત-કાઠિયાવાડના આહારથી જુદા જ પ્રકારને,
૬૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com