________________
સાધુ વિહાર. ગયેલા બાવીસ પરિસાને યાદ કરવાના, ત્યાં તે મકાઈ અને જુવારના રોટલા મળવાના, ત્યાં સામૈયાંની આશા નિષ્ફળ થવાની, ત્યાં ગોખરૂં અને કાંટાઓમાં ચાલવું પડવાનું, ત્યાં ચા-પાણીનું નામ પણ ભૂલવાનું. ત્યાં શિષ્યવૃદ્ધિ નહિજ થવાની; ત્યાં ભારે ભારે કાંબળે વહેરાવાવાળા નહિજ મળવાના. હા, રબારીઓ ઓઢે છે એવા ધાબળા જરૂર મળવાના; ત્યાં આખો દિવસ પંચાત કરનારા શ્રાવકે નહિ મળવાના. હા, ત્યાં તર્કવિતર્કો કરનારા અને તમારા જ્ઞાનને સાચી કસોટી ઉપર ચઢાવનારા વાદીઓ ( કદાચ વિતંડાવાદીઓ પણ ) જરૂર મળવાના. ત્યાં ગપગોળા સાંભળનારા નહિ મળવાના, હા, ત્યાં યુક્તિઓ અને પ્રમાણને ખજાને તપાસનારા જરૂર મળવાના; ત્યાં સભાજન નહિ મળવાનાં; અમદાવાદનું ઓસામણ કે સૂરતના ફૂલકા નહિ મળવાના, હા, સાધુને યોગ્ય શુષ્ક આહાર મળવાને. ત્યાં મહતજીની માફક એક સ્થાને બેસી રહેવું નહિ પાલવવાનું. હા, જુદી જુદી સભાઓ અને જુદાં જુદાં સ્થાનમાં જઈ જાહેર વ્યાખ્યાનો જરૂર આપવાં પડવાનાં, “જેને ગરજ હોય તે આવે અમારી પાસે, ' એવો કે ત્યાં રાખ્યો નહિ પાલવવાનો, ત્યાં તે ધર્મને પ્રચાર કરવાની આપણેજ ગરજ રાખવી પડવાની.
ગુજરાત અને કાઠીયાવાડને છેડી છતર દેશમાં ઉપર પ્રમાણેને અનુભવ અનુભવ પડશે, પરંતુ ધર્મને પ્રચાર અપૂર્વ થશે; શાસનની પ્રભાવના અતુલિત થશે. ઘણાં મંદિરને કાંટા લાગ્યા છે, તે દૂર થશે. ઘણા ભગવાને ઉપર મેલ ચઢયો હશે તે ઉતરશે. ઘણાં મંદિરનાં બારણાં બંધ હશે તે ઉઘડશે. ધર્મથી વિમુખ થયેલા જૈને પાછા ઠેકાણે આવશે, શિથિલ થતા જૈન દઢ થશે, અજૈન પ્રજામાં જૈનધર્મ માટે સભાવના જાગ્રત થશે;
૬૫ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat