________________
સાધુ વિહાર.
જ છે–જેનધર્મમાં દઢ છે, એમની આગળ જૈનધર્મની મહિમા ગાવા કરતાં જેઓ જૈનધર્મના રહસ્યને લગારે સમજતા નથી, એવા આગળ જૈનતને પ્રકાશ કરવામાં શું કમ શાસનપ્રભાવના છે ? જેઓ શાસનરસી છે, એમની આગળજ શાસનસિકતાની વાતે કરવા કરતાં, જેઓ શાસનથી દૂર છે-જૈન શાસનને સમજતા જ નથી, એમને જૈન શાસનના રસી બનાવવામાં શું કમ શાસનપ્રભાવના છે ? ગુજરાત કાઠીયાવાડના દઢ જૈન પાસે ઉત્સવો કરાવવામાં અને વાજાં વગડાવવામાં શાસનપ્રભાવના સમજનારાઓ પ્રત્યે મારું નમ્ર નિવેદન છે કે સાચી શાસન પ્રભાવના ત્યાં કરો કે જ્યાં જૈન ધર્મ કઈ ચીડિયાનું નામ છે, એ પણ લોકો સમજતા નથી. શાસનપ્રભાવનાના ઉત્સવો ત્યાં કરાવો કે જ્યાં ઉસો કેવા થાય છે,
એને જાણવાનું કે જોવાનું સૌભાગ્ય લેકેને પ્રાપ્ત થયું જ નથી. રિજના હાજીયાઓ આગળ હાજી હા કહેવડાવવામાં કે “વાહવાહ ” કહેવડાવવામાં સાચી શાસનની પ્રભાવના નથી. સાચી શાસનપ્રભાવના છે અજૈનમાં ધર્મને પ્રચાર કરવામાં, સાચી શાસનપ્રભાવના છે ઘરે ઘરે ભગવાન મહાવીરને સંદેશ પહોંચાડવામાં, સાચી શાસન પ્રભાવના છે માંસાહારી દેશે માં અહિંસાને પ્રચાર કરવામાં આવી શાસનપ્રભાવના કરવી હોય તે તે ગુજરાત કાઠિયાવાડને પાંચ દશ વર્ષ માટે મેહ ઉતારે, આવી શાસનપ્રભાવના કરવી હોય તે ઇતર દેશમાં જઈ ભક્ત શ્રાવકે પાસે હજારે લાખનો વ્યય કરાવે. આવી શાસનપ્રભાવના કરવી હોય તે અજૈન પ્રદેશમાં જઈ ગામ ગામ પાઠશાળાઓ અનાથાશ્રમો ગુરૂકુળ ખોલા. આવી શાસનપ્રભાવના કરવી હોય તે જૈનેના ગમે તેવા દ્રષી ક્ષેત્રોમાં પણ ઉદારભાવથી– ઉદાર વિચારથી, સહનશીલતા પૂર્વક વિહાર કરે. જૂએ પછી શાસનપ્રભાવના કેવી થાય છે, સાચી શાસનપ્રભાવનાની ભાવના તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com