________________
સાધુ વિહાર. બીજા અનેક પ્રાન્ત છે કે-જ્યાં જૈન સાધુઓને વિહાર નહિં થવાથી હજારે નહિ–બબ્બે લાખોની સંખ્યામાં જેને પિતાને ધર્મ છેડી ચૂકયા છે. અને છોડતાજ જાય છે. આશ્ચર્યને વિષય તે એ છે કે-જે વખતે જગત જૈન ધર્મને સત્ય સંદેશ–મહાવીરના સત્યધર્મનો સંદેશ સાંભળવા ઉત્સુક થઈ રહ્યું છે-જિજ્ઞાસાવૃત્તિવાળું બની રહ્યું છે, તે જ સમયમાં કેવળ જૈન સાધુઓના વિહારના અભાવથી લાખે જૈનો સ્વધર્મ છેડી રહ્યા છે. હાની સરખી કેમમાં ચારસો પાંચસે સાધુઓ અને બે હજાર સાવિ હોવા છતાં નિત્યપ્રતિ અનેક મનુષ્ય ધર્મથી વિમુખ થતા જાય, એના જે દુઃખને વિષય બીજે કશે હૈઈ શકે ! આ હકીકત જ બતાવી રહી છે કે સાધુઓ પિતાના આ ધર્મમાં ધીરે ધીરે અત્યન્ત શિથિલ બનતા જાય છે અને તેનું જ એ પરિણામ છે કે ગુજસત અને કાઠિયાવાડનાં ક્ષેત્રોને છોડી આપણા સાધુ સાવિયે બહાર નીકળતાજ નથી, વર્ષોથી પિોકારે થવા છતાં, અનેક પ્રકારના આક્ષેપ વિક્ષેપ થવા છતાં, ગૃહસ્થને યોગ્ય ( સાસરા અને પાયરની) ઉપમાઓ મળવા છતાં પોતાના માનેલાં ક્ષેત્રો છેડી શકાતાં નથી, એ શું બતાવી આપે છે ? શિથિલતા કે બીજું કંઈ ? તે ક્ષેત્રો ઉપરનું મમત્વ કે બીજું કાંઈ ?
જ્યારે કોઈ માણસને કંઈ કાર્ય કરવું હોય છે, ત્યારે તે તેના માટે ઉચિત કે અનુચિત દલીલે જરૂર આગળ કરે છે. અમારે મુનિવર્ગ કે જે ગુજરાત-કાઠિયાવાડમાંજ રંધાઈ રહ્યો છે, તે પણ આ નિયમથી દૂર નથી રહી શકતે. કેટલાક તીર્થરક્ષાનું બહાનું બતાવે છે, તો કેટલાક ગુજરાત-કાઠીયાવાડની ઉત્તમતાનાં ગીત ગાય છેકેટલાક ત્યાં ધર્મને પ્રચાર વધુ કરવાની આવશ્યકતા બતાવે છે, તો કેટલાક શાસન પ્રભાવનાનું નિમિત્ત આગળ કરે છે, પરંતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com