________________
સાધુ વિહાર. પણ ચસકવા પામે નહિં. આજકાલના છાને કઈ પણ વિષયમાં એક જરા પણ છૂટ આપવામાં આવે, તો તે છુટને પણ એટલે દુરુપયોગ કરે છે કે પરિણામે તે સર્વથા છૂટા થઈ જાય છે. અત્યારના કેટલાક કહેવાતા કેળવાયેલાઓ જૈન સાધુઓને પણ કારણે છુટ આપવાની જે માંગણીઓ કરે છે, તેઓને હિંદુસ્થાનને અર્જુન સાધુ સંસાર, પોતાના વર્તનથી જ જવાબ આપી રહ્યા છે કે થોડી થોડી બુટનું કેવું ભયંકર પરિણામ આવ્યું છે. અસ્તુ.
જૈન સાધુઓના આચારમાં જેમ બીજા અનેક વિષય છે, તેમ વિહાર”ને વિષય પણ ખાસ કરીને પ્રધાનતા ભોગવે છે. પ્રતિવર્ષ કલ્પસૂત્રનું શ્રવણ કરનારાઓને ખબર હશે કે-સાધુઓને માટે જેમ ભિક્ષાગોચરી વ્રત-નિયમ, આદિ બાબતના બહુ સખ્ત નિયમો બતાવવામાં આવ્યા છે, તેવી જ રીતે સાધુઓએ ગામ, નગર આદિમાં કેટલી કેટલી સ્થિરતા કરવી, તે સંબંધી પણ ખાસ નિયમ છે. આ નિયમનું વિસ્તારથી વર્ણન કરવાની અહિં આવશ્યકતા નથી; પરંતુ એટલું તે કહેવું જ પડશે કે–નિયમનું બંધારણ એટલાજ માટે કરવામાં આવે છે કે વગર નિયમે રહેવામાં કંઈ અશુભ પરિણામ જોવાતું હોય એક ગામમાં અધિક મુદત ન રહેવું, સાધુઓએ ગામાનુગામ વિચરતા રહેવું, એનાં કારણે સ્પષ્ટ છે. તિરિવારજ્ઞા એ સામાન્ય લેકેતિ છે. અતિ પરિચયમાં મર્યાદા રહેતી નથી. તેમ અતિ પરિચયથી મોહ-મમત્વ પણ બંધાય છે.
જ્યારે સાધુ, એટલે ત્યાગની મૂર્તિ, સાધુઓ એટલે મમતાના ત્યાગી. સાધુથી તો એક લ્હાનામાં હાની ચીજ ઉપર પણ મમતા-મૂરછ રખાય જ નહિ. સાધુ એટલે પરિગ્રહના ત્યાગી અને જ્યાં મમતામૂચ્છો છે, ત્યાં તે પરિગ્રહજ છે. મૂછ પરિ: મૂચ્છો એ જ પરિગ્રહ. પછી તે મૂચ્છો કપડાં ઉપર હોય કે પાત્ર ઉપર; શરીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com