________________
સમયને ઓળખે.
વસ્તુતઃ જોવા જઇએ તે તેમની આ દલીલેમાં લગારે વજૂદ જવાતું નથી. તીર્થરક્ષાના બહાના બતાવનારા મહાત્માઓમાં કેટલાએાએ તીર્થરક્ષાઓ કરી, કેષ્ઠ બતાવશે કે ? અને જે તીર્થરક્ષાઓ જ કરવી છે, તે શું બીજા દેશમાં તીર્થરક્ષા ઓછી કરવાની છે ? ખરી રીતે જોવા જઈએ તો આપણાં તીર્થોની મહેટી સંખ્યા ખાસ પૂર્વ દેશમાં આવેલી છે, અને તે તીર્થોમાં એક પણ એવું તીર્થ નથી કે જેની રક્ષા આવશ્યકીય ન હોય. પ્રાયઃ તમામ તીર્થો ઉપર આફતોની તરવાર લટકી રહી છે. એ તીર્થોની સંભાળ કેઈ લે છે કે? ધર્મના પ્રચારનું બહાનું પણ મને તે નકામું જ દેખાય છે. ગુજરાત-કાઠિયાવાડમાં ધર્મને પ્રચાર શો થવાને હતો ? ત્યાં તો ધર્મ બચેલે છે જ. જેનો છે તે જેનજ રહેવાના, અને જે વૈષ્ણવો છે તે વૈષ્ણવ જ રહેવાના ? સેંકડો સાધુઓ અને હજારેક સાધ્વીએના વિચરવા છતાં કેટલા અજૈન જૈન બન્યા ? એ કોઈ બતાવશે કે ? મારે તે એ વિશ્વાસ છે કે ગુજરાત-કાઠિયાવાડમાં યદિ ૫-૧૦ વર્ષ એક પણ સાધુ-સાધ્વી ન રહે, તે પણ જે જૈનો છે, તે અર્જન થવાના નથી. ખરી રીતે તે જેઓ ધર્મની વૃદ્ધિ કરવાની ભાવના વાળા છે, તેઓને માટે તે ગુજરાત કાઠિયાવાડ સિવાયનાં ક્ષેત્રે ઘણું જ કામ કરવાના છે. તેઓ પાછા ધર્મમાં સ્થિર થાય તેમ છે. એટલું જ નહિં પરંતુ બંગાલ અને મગધ જેવા દેશમાં હજારે અજૈને દઢ જૈને બને તેમ છે. છે કેઈ કાર્ય કરનારા ? છે કે વિચરનારા ? વળી શાસન પ્રભાવનાનું કારણ બતાવવામાં આવે છે, તે પણ મહત્ત્વથી શૂન્ય છે. સાચી શાસનભાવના કઈ ? ઉપધાન અને ઉઝમણ કરાવવા કરતાં, અઠાઈ મહોત્સવ અને સમવસરણની રચનાઓ કરાવવા કરતાં ધર્મથી વિમુખ થયેલા દેશોમાં ઘેર ઘેર અહિંસાને સંદેશ પહોંચાડવામાં શું કમ શાસનપ્રભાવના છે જેઓ જેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com