________________
સમયને ઓળખે.
જૈન” શબ્દના પ્રયોગ જેની જેની સાથે કરવામાં આવે છે, તે પૈકી જૈનધર્મ અને જૈનજાતિ” એ બે સંબંધી ગયા બે લેખોમાં કહેવામાં આવ્યું છે. આજે “જૈન સંઘ સંબંધી કંઈક વિચાર કરીએ. જનસંઘ,
સંઘ” નું મહત્વ જૈનશાસ્ત્રમાં જે બતાવવામાં આવ્યું છે, તે પ્રસિદ્ધ જ છે. “સંધ” ને “તીર્થ' તરીકે બતાવવામાં આવેલ છે. અને આ સંઘ–તીર્થ-ને તીર્થકરે પણ “નમો તિ–” કહીને નમસ્કાર કરે છે. જેને તીર્થકરે પણ નમસ્કાર કરે–બહુમાન આપે, એની મયદા, એનું મહત્વ, એનો મેભો કેટલો હોવો જોઈએ, એ સમજાવવાની આવશ્યક્તા હોયજ નહિં. એક વ્યક્તિની શક્તિ કરતાં સંઘની શક્તિ અસંખ્ય ઘણું વધારે હોવી જોઈએ. કારણ એ છે કે “સંધ” એ હજારે નહિ, લાખો મનુષ્યોના સમુદાયથી બનેલ સંગઠન” વિશેષનું નામ છે. બીજા શબ્દોમાં કહીએ તે જૈનધર્મને પાળનાર, જૈનશાસનમાં રહેનાર અથવા તીર્થંકરની આજ્ઞાનું પાલન કરનાર સમુદાય વિશેષનું નામ જ “જૈનસંઘ ” છે. આ સંધની સ્થાપના ખાસ તીર્થકર જ કરે છે, એટલે તે તીર્થંકર પ્રત્યે જેટલું બહુમાન આપણે ધરાવીએ તેટલું જનસંઘ-તીર્થંકરની આજ્ઞા પ્રમાણે ચાલનાર સમુદાય પ્રત્યે આપણે ધરાવવું જ જોઈએ. તીર્થકરની આજ્ઞાનું ઉલ્લંઘન આપણે ન કરી શકીએ, તેમ સંઘની આજ્ઞાનું ઉલ્લંધન પણ ન જ થાય.
આ સંઘમાં ચાર વિભાગને સમાવેશ કરવામાં આવ્યો છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com