________________
સમયને ઓળખે. બતાવવાની ખાતર આજ્ઞા લેવી દેવી પડે તે પહેલેથી સંકેત કર્યો પ્રમાણેજ લેવાય. શિષ્યની ઇચ્છા વિરૂદ્ધ ગુરથી આજ્ઞા થાય જ નહિ. ત્યાં સુધી કે શિવ સાધુધર્મથી વિરૂદ્ધ આચરણ કરી રહ્યો હોય, તે પણ ગુરૂથી તેને કંઈ ન કહેવાય ? કારણ કે ગુરૂને પણ એ જ ભય રહ્યા કરે કે-રખેને ચાલ્યા જશે તે ? અને શિષ્ય પણ નિર્ભય રહે, કારણ કે એ એમ સમજે કે-“ અહિંથી કાઢી મૂકશે તે બીજા ઘણાએ મને રાખવાને તૈયાર છે; છેવટે કાઈ નહિ રાખે તે એક સ્વતંત્રતાથી વિચરીશ. શું કેટલાક મહેતા કહેવાતા સાધુઓ એકલા નથી વિચરતા ? તેમને એકલા વિચરવાની છૂટ અને અમને નહિં ? ” બીજી તરફથી એક બીજાના શિષ્યોની લૂટાલૂંટ તો ચાલુ જ છેિ. ફલાણાના શિષ્યને ફેસલાવીને મારા સમુદાયમાં શી રીતે લઈ લઉં? એ બદ્યાનતથી અનેક કેશીશ થતી રહે છે. એક બીજાનાં પુસ્તકો માટે મારામારી, સાધ્વી માટે મારામારી, ક્ષેત્ર માટે મારામારી. ઉપાશ્રયો માટે મારામારી, સંસ્થાઓ માટે મારામારી એમ સાધુસમુદાયમાં બહુધા જ્યાં જુઓ ત્યાં મારામારી સિવાય બીજું શું થઈ રહ્યું છે ? નિનયતા.
જ્યાં ઉપર પ્રમાણેની છિન્નભિન્નતા થઈ રહી હોય ત્યાં કોઈના પણ આધિપત્યનું-નાયકતાનું તે નામે નિશાને શાનું હૈય? છે કઈ સાધુ સમુદાયમાં એક પણ નાયક ! નાયક થાય પણ કોના ? પિતાના અઢી શિષ્ય પિતાની આજ્ઞા ન પાળતા હાય, એવા સાધુઓ પિતાને સમાજનાયકન્સમાજના સમ્રા–કે શાસનના રાજા કહેવડાવવાની કે કાગળીયાં ઉપર લખવાની કોશીશ કરે, એ નરી અજ્ઞાનતા નહિં તે બીજું શું છે ? આવી છિન્નભિન્ન અવસ્થામાં પણ હજુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com