________________
સાધુ–સંગઠન.
કેટલાક સાધુઓ પિતાને સત્તાના મદમાં બીજાઓ ઉપર આક્રમણ કરવામાં, બીજાઓને હલકા પાડવામાં, બીજાઓનાં પુસ્તક-ભંડારે છીનવી લેવામાં, બીજાઓ માટે સમાજમાં ગેરસમજુતિ ઉભી કરાવવામાં અને આડંબરથી પિતાને શાસનના ધારી બતાવવામાં પિતાનું પાંડિત્ય બતાવી રહ્યા છે; પરન્તુ ખરેખર આ બધી કારવાઈઓ સાધુ સમુરાયની નિનાયકતા બતાવી રહી છે. જેઓ નાયક છે–નાયકને યોગ્ય છે, સમાજે જે તેમની નાયકતા સ્વીકારી છે, તે પછી બીજા પ્રયત્ન કરવાની આવશ્યકતા હોય જ નહિ. અત્યારે તે આ છિન્નભિન્ન અવસ્થામાં એવા પણ સાધુઓ પિતાને શાસનના નાયક સમજી રહ્યા છે કે જેમનામાં મહાવ્રતનું નામનિશાને નથી, આવી સ્થિતિમાં સમાજમાં છિન્નભિન્નતા થાય, બખેડા વધે, શિષ્યાદિની લૂટાલૂટ થાય, એમાં નવાઈ જેવું શું છે ?
વિમનસ્ય,
સાધુ સમુદાયમાં વૈમનસ્ય કેટલું વધ્યું છે એ બતાવવાની આવશ્યક્તા જ નથી. આખા જગતની સાથે મૈત્રિભાવની ભાવના રાખનારા મુનિવરે આપસમાં મૈત્રીભાવ ન રાખી શકે, એ કેટલે બધે ખેદને વિષય ? એક સાધુના કાર્યને બીજા સાધુ ન અનુમે દે, એક સાધુને ઉત્કર્ષ બીજે સાધુ ન જોઈ શકે, એક આચાર્ય કે પંન્યાસ બીજા આચાર્ય કે પંન્યાસને ન મળી શકે, એક સમુદાચવાળા બીજા સમુદાયની નિંદા કરે, બીજા સમુદાયવાળા પહેલા સમુદાયની હલકાઈ કરે, આ બધાં વૈમનસ્યનાં પરિણામ નહિં તે બીજાં શું છે ? બલ્ક ઉપરની નિર્ણાયકતા કે છિન્ન ભિન્નતા એ બધાએ ખરી રીતે જોઈએ તે વૈમનસ્યનાં જ પરિણામ છે. આશ્ચર્યને વિષય તે એ છે કે જે સાધુત્વ કેવળ આત્મકલ્યાણ
૫ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat