________________
સમયને ઓળખે. માટે, જગતના ઉપકાર માટે, રાગદ્વેષથી મુક્ત થવા માટે, કષાયની નિવૃત્તિ માટે, શાસનની સેવા માટે, બીજાઓ ઉપર પોતાના ચરિત્રની છાપ પાડવા માટે સ્વીકારાયું છે, તેજ સાધુત્વના-સાધુના લેબાસમાં ગૃહસ્થો કરતાં પણ વધારે કલેશ, ગૃહસ્થ કરતાં પણ વધારે ઈષ્યો, ગૃહસ્થ કરતાં પણ વધારે મેહ-મમત્વ કરવામાં આવે, એના જેવો ખેદ વિષય બીજે કર્યો હોઈ શકે ? ક્યા રાજ્યપાટને માટે ? કંઇ સિદ્ધિયોને માટે ? કઈ વિભૂતિયાને માટે ? કઇ સમ્પતિને માટે આ બધું કરવું જોઈએ ? કેઈ બતાવશે કે ? મતલબ કે આ વૈમનસ્ય પણ સાધુ સમુદાય ઉપર પૂરેપૂરું પોતાનું આધિપત્ય જમાવ્યું છે. કર્તવ્ય વિમુખતા.
શું કારણ કર્તવ્યવિમુખતા છે. ઉપરનાં બે છિન્નભિન્નતા અને નિયતાના કારણે સાધુઓમાં કેટલેક અંશે કર્તવ્યવિમુખતા વધારે પ્રવેશ કરી ગઈ છે. અને તે બિલકુલ બનવા જોગ જ છે કે જ્યાં કોઈ જાતને અંકુશ નથી, જ્યાં કોઈને દાબ નથી, જ્યાં ભાવનાઓની પણ ખામી છે, જ્યાં પૌદ્ગલિક ભાવનું પ્રાબલ્ય છે, જ્યાં કઈ કહેવાવાળું નથી, ત્યાં કર્તવ્ય વિમુખતા પ્રવેશ કરી જ જાય છે. એકલ વિહારી સાધુઓની સંખ્યા વધી છે, કેટલાક મારવાડ અને એવા દેશોમાં, કે જ્યાં સાધુધર્મને સમજનારા બહુ ઓછા ગૃહસ્થ હોય છે, કિંવા કેવળ વેષને જ માન આપનારા હોય છે, ત્યાં વિચરી અકથનીય અધમ ફેલાવે છે. પૂર્વ દેશની યાત્રાના નિમિતે કેટલાક સાધુસાધ્વીઓ બહાર નીકળી પડે છે, અને ગામેગામ રૂપિયા ઉઘરાવતા ફરે છે, એટલું જ નહિ, પરંતુ દ્રવ્યસંગ્રહ કરે છે અને કેટલાંક તે થાકે પાકે ગાડીમાં બેસી જવાના દાખલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com