________________
સાધુ-સંગઠન.
પણ બન્યા છે. આ ઉપરાંત દિવસે દિવસે રેલ વિહાર કરવામાં સાધુઓની સંખ્યા પણ વધતી જાય છે. વળી કેટલાક સારા-મહેતા અને પ્રતિષ્ઠિત ગણાતા સાધુઓમાં લેચ નહિ કરવા, મોજા પહેરવા, પિટલા ઉંચકવા માણસે રાખવા અને એવી બીજી બીજી શિથિલતાઓ પ્રવેશ કરતી જાય છે. વળી સાધુઓની ઉપદેશ પદ્ધતિ પણ બહુધા કર્તવ્યવિમુખ થઈ ગઈ છે, એ પણ વિચારવા જેવું છે. મહાવીરના શાસનની ઉદારતા કેટલા સાધુઓ પ્રકાશે છે ? ગૃહસ્થને પિતાના રાગી બનાવવા તરફ જેટલું ધ્યાન આપવામાં આવે છે, તેટલું પરમાત્માના શાસનના રાગી જેટલા વધારે બને, એ ધ્યાન આપનારા કેટલા છે ? જૈનધર્મને પાળનારી અનેક જાતિ અત્યારે જૈનધર્મથી વિમુખ થઈ બેઠેલી છે, તે જાતિઓને જૈનધર્મમાં પુનઃ સ્થિર કરવા તરફ કોણ લક્ષ આપે છે ? જૈન ધર્મ સંકુચિતધર્મ છે, ” “ જૈનધર્મ નાસ્તિક ધર્મ છે, ” “ જૈનધર્મ સ્વેચ્છધર્મ છે, ” “ જૈનધર્મ અનીશ્વરવાદી ધર્મ છે. * જૈનધર્મ આધુનિક ધર્મ છે, “ જૈનધર્મ જીવવાને લાયક ધર્મ નથી.” અને જૈનધર્મની દયા દુનિયાને બાયલા બનાવનારી દયા છે, ” આવા આવા નિમૂળ આક્ષેપ પરિહાર કસ્વા માટે કયા પ્રયત્નો થાય છે ? કેટલા સાધુઓ પ્રયત્ન કરે છે ? આ બધી કર્તવ્યવિમુખતા નથી તે બીજું શું છે ?
ઉપરનાં ચારે કારણે અસાધારણ કારણો છે. જૈન સમાજના અધઃપાતનાં અસાધારણ ચિહને છે. જે જૈન સમાજને જીવતી રાખવી હોય અને જો જૈન સાધુઓમાંથી ઉપરને સડો દૂર કરવો હોય તો સૌથી પહેલી તકે સાધુસંગઠન કરવાની આવશ્યકતા છે. ધ્યાનમાં રાખવું જોઈએ કે-ઉપર જે જે બાબતે કહેવામાં આવી છે, તેના ભગ કંઈ બધા સાધુઓ-આખે સાધુ સમુદાય થયો છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com