________________
સમયને ઓળખો.
એમ નથી. હજુ પણ “ બહુરત્ના વસુંધરા ”ની કહેવત ચરિતાર્થ થાય છે. હજુ પણ સાધુ સમુદાયમાં અનેક મુનિર હશે-છે કે જેઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે પોતાનું ચારિત્ર પાળવામાં મશગુલ રહી બીજી કોઈ પણ જાતની ખટપટમાં કે મેહમમત્વમાં ન પડતાં પિતાનું કાર્યો બજાવતા રહે છે. પરંતુ એવી સંખ્યા અતિ અલ્પ અને તેથી જ સાધુ સમુદાયે બહુ જલદી સંગઠન કરવું જોઈએ છે. મારું એ દઢ મન્તવ્ય છે કે-જ્યારે ત્યારે પણ સાધુઓ દ્વારા જ શાસનની ઉન્નતિ થશે. જૈન જાતિને પાછલે ઇતિહાસ તપાસવામાં આવે. જૈન સાધુઓએજ-જૈન આચાર્યોએજ શાસનને માટે પ્રાણ પાથર્યા છે. સાધુઓએ જ મહાન કષ્ટ વેઠી ધમને દીપાવ્યો છે, સાધુઓએ પિતાના ચરિત્રની છાપ રાજા-મહારાજાઓ ઉપર પાડી છે, સાધુએએજ રાજ્યદરબારેમાં પ્રવેશ કરી અહિંસાને વિજય વાવટા ફરકાવ્યું છે, જ્યારે જ્યારે તીર્થાદિના સંબંધમાં વિકટ પ્રશ્નો ઉપસ્થિત થયા છે, ત્યારે ત્યારે તેને ફડચે સાધુઓએ જ આણ્યો છે, સાધુઓએ જ જ્યારે ને ત્યારે જનધર્મને દીપાવ્યો છે. ભદ્રબાહુ સ્વામી, ઉમાસ્વાતિવાચક, હરિભદ્રસૂરિ, રત્નપ્રભસૂરિ, કાલિકાચાર્ય બપ્પભટી, ઉદ્યોતનસુરિ, સિદ્ધર્ષિમહારાજ, ચશભસૂરિ, મલ્લધારી હેમચંદ્ર, વાદિ દેવસૂરિ, હેમચંદ્રાચાર્ય અને હીરવિજયસૂરિ આદિ પ્રભાવક આચાર્યોનાં ચરિત્ર મારી આ વાતને દઢ કરે છે. ગૃહસ્થાએ દ્રવ્યવ્યય દ્વારા શાસન શોભા જરૂર વધારી છે, પરંતુ ખરી રીતે તેના પ્રેરક તે ગુરૂવજ-સાધુઓજ છે. એટલે મારે તે સંપૂર્ણ વિશ્વાસ છે કે જ્યારે ને ત્યારે જૈન શાસનની શોભા-જૈનશાસનને ઉદ્યોત સાધુઓ દ્વારા જ થવાને અને એટલા માટે જ સાધુસમુદાયે સમયને ઓળખી પિતાનું બંધારણસંગઠિત કરવાની જરૂર છે.
આ પ્રસંગે એટલું કહેવું આવશ્યક સમજું છું કે અત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com