________________
સમયને ઓળખે. છે ? જે સાધુ સમુદાયમાં ઐકયબળ હેય, પરસ્પરની સહાનુભૂતિ હોય, વધારે નહિ તે કમમાં કમ એક બીજાનાં કાર્યોને તેડી પાડવાનાજ પ્રયત્ન ન થતા હોય અને માત્ર એક ધારે ઉપદેશ થતો હોય તો હજુ પણ સમાજહિતનાં ઘણું કાર્યો થઈ શકે તેમ છે અને ધીરે ધીરે આખા સમાજનું સંગઠન થઈ શકે તેમ છે.
આવી જ રીતે સાધ્વી વર્ગ અને ગૃહસ્થ ( શ્રાવક-શ્રાવિકા ) વર્ગની પણ જે સ્થિતિ થઈ રહી છે, તે સંબંધી વિચાર કરવાનું હવે પછી ઉપર મુલતવી રાખી હાલ તુર્ત તે અમારે સાધુવર્ગ પોતાની મર્યાદા–પિતાનો મોભો જાળવવા સૌથી પહેલાં ઐકયબળ ઊભુ કરે અને તે દ્વારા શાસનહિતનાં અનેકાનેક કાર્યો કરવા ભાગ્યશાળી નીવડે, એટલું ઈચ્છી વિરમું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com