________________
જન.
સ્થિતિ સુધારવાની આવશ્યકતા છે. જે વખતે જૈન ધર્મ ઉપર અનેક પ્રકારના પ્રહારે પડી રહ્યા હોય, જે વખતે તીર્થો ઉપર આક્રમણો થઈ રહ્યાં હોય, જે વખતે જૈન સંખ્યા દિવસે દિવસે ઘટી રહી હોય અને જે વખતે કોઈ પણ ધર્મવાળાઓને પ્રગતિ કરવાની સુંદર તક મળી રહી હોય તે વખતે વિશાળ જવાબદારી માથે રાખનાર સાધુઓ સત્તાના મદમાં મસ્ત બની એક બીજાથી મળે નહિ, અસહિષ્ણુતા ધારણ કરી શાસનહિતના સુંદરમાં સુંદર કાર્યને પણ સહાનુભૂતિ આપે નહિ, શિષ્ય વધારવાની લોભવૃત્તિથી જૈનસંધના નાયક બનવાની જિમેવારી અર્પણ કરવામાં કોઈપણ જાતની યોગ્યતા તપાસ્યા વિના જે આવ્યો તેને મૂંડી નાખવામાં આવે અને પિતાના ધર્મથી વિરૂદ્ધ કાર્યો ઉપાડી શાસનની અધિકાધિક હિલણા થાય એવું કરવામાં આવે, એ આ સમયમાં કેમ પાલવે ? ધર્મ વધારવાના સમયમાં ધર્મ ઉપરથી આસ્થા ઉઠાવી દેવાનાં કૃત્યો કેમ થઈ શકે ? “સો માણસે ધર્મ ન પામે એની દરકાર નહિ, પરંતુ એક માણસ અધર્મ ન પામવે. જોઈએ. ” આ વૃદ્ધાગમના વચનને કેવું ભૂલી જવાય છે ? શાસનની નિંદા નહિ થવા દેવાના કારણે સાધુએ વેષ બન્યાંના દષ્ટાતે પણ શું શાસ્ત્રોમાં નથી કે કોઈપણ કાર્ય કરવામાં દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ જેવાની પ્રભુની આજ્ઞા અત્યારે કેટલી વિસરી જવાઈ છે, એ લગાર ઊંડા ઉતરીને તપાસનાર સહજ જોઈ શકે તેમ છે. પરિણામ શું આવ્યું છે, તે કેઈથી અજાણ્યું નથી અને શું આવશે, તે પણ ઘણા ખરા કલ્પી શકે તેમ છે,
આવી સ્થિતિમાં સંઘની મર્યાદા ન જળવાય, સંધના હુકમે અને આજ્ઞાઓને લેકે તિરસ્કાર કરે, તે તેમાં નવાઈ જેવું શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com