________________
સરાકેદ્ધાર. રનું પરિણામ છે. આ તે સામાન્ય રીતે આપણે અવલોકન કર્યું, પરતુ જરા ઉડે તપાસ કરીએ છીએ તે તે દેશમાં હજી એવી એક જ્ઞાતિ મૌજૂદ છે કે જેમાં મોટે ભાગે જૈન સંસ્કાર જોવાય છે. આ જ્ઞાતિ અત્યારે સરાક 2 (કે જે “ શ્રાવક' ના અપભ્રંશ રૂપમાં છે.) જાતિના નામથી ઓળખાય છે. આ જ્ઞાતિની અધિક વસ્તી સમેતશિખર, હજારીબાગ, અને રાંચી વિગેરેની આસપાસ છે. આ જ્ઞાતિના લેક જૈનજ છે, એમ માનવામાં અનેક કારણે છે. સાંભળવા પ્રમાણે તે લેકે પ્રતિદિન જે મંત્રનો જાપ કરે છે, તે અશુદ્ધ નવકાર મંત્ર છે. તેમ તેઓ પિતાના ઈષ્ટદેવ તરીકે પાર્શ્વનાથ (પારસનાથ ) ને માને છે. કહેવાય છે કે સરકારી રીપો
માં પણ “પહેલાં આ લેકે જૈન હતા ” એવો માર્ક કરવામાં આવેલ છે. વસ્તુતઃ વિચાર કરતાં આ જાતિ જૈન જાતિ છે, એ નિઃસંદેહ સિદ્ધ થાય છે. અનુમાન કરવામાં આવે છે કે આ જ્ઞાતિની ઉપર પ્રમાણેના આચારવાળી લગભગ દોઢ લાખ મનુષ્યની વસ્તી છે. જ્ઞાની જાણે, આવી કેટલીએ જ્ઞાતિઓ કાળના પ્રભાવે જૈનધર્મથી વિમુખ થઈ ગઈ હશે. આપણે આવી જ્ઞાતિઓને અપનાવી પુનઃ જૈનધર્મમાં સ્થિર કરવા કેટલા પ્રયત્ન કરીએ છીએ ? પ્રતિ વર્ષ લાખ રૂપિયા ઉત્સવો અને બીજાં બીજાં કાર્યોમાં વ્યય કરનાર જેનો થોડાક સમયથી વિખૂટા પડેલા પિતાના જાતિભાઈઓને ઉદ્ધાર કરવામાં પિતાની લક્ષ્મીને કેટલે વ્યય કરે છે, તે કઈ બતાવશે ? શ્વેતામ્બર જૈનેને માટે ખરેખર નીચું જેવા વિષય છે કે ઉપર્યુકત જ્ઞાતિને અપનાવવા માટે દિગમ્બર ભાઈઓએ તે પ્રાન્તોમાં લગભગ ૪૦ પાઠશાળાઓ ખેલી છે, જ્યારે વેતામ્બર ભાઈઓએ તે દિશામાં એક અંશમાત્ર પણ પ્રયત્ન કર્યો સંભાળા નથી, કેટલી એકસેસની વાત છે, કેટલી દુઃખની વાત છે !!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com