________________
સમયને ઓળખે.
જિમેદારી ખાસ સાધુઓની છે, અને તેથી શાસનના હિતનાં કાર્યોમાં ચારે વિભાગે જવાબદાર હોવા છતાં સાધુઓ વધારે જવાબદાર છે, પરતુ ખેદને વિષય એ છે કે-સંધની મર્યાદા જાળવવા માટે સાધુ સમુદાયમાં જે યોગ્યતા હોવી જોઈએ, જે ગંભીરતા અને સહિષ્ણુતાદિ ગુણ હોવા જોઈએ, તે બહુજ કમ સાધુઓમાં જોવામાં આવે છે. શાસનને ભાર વહન કરવામાં સૌથી પહેલાં પરસ્પરની સહાનુભૂતિનું બળ–જેને બીજા શબ્દમાં ઐક્યબળ કહીએ, તે વધારે પ્રમાણમાં હોવું જોઈએ. આ બળ સાધુ સમુદાયમાંથી કેટલું ક્ષીણ થઈ ગયું છે, એ કેઈથી અજાણ્યું નથી. જો કે એ વાત ખરી છે કે, સાધુ સમુદાયમાંથી આ બળ ક્ષીણ કરી નાંખવામાં નથી
ર સવ, ૮ સ દમ માનનારા ગૃહસ્થોએ વધારે ભાગ ભજવ્યું છે, તે પણ ઈષ્ય અસહિષ્ણુતા આદિના કારણે આ બળ વધારે ક્ષીણ થવા પામ્યું છે, એમ તે સૌએ સ્વીકારવું જ પડશે. અને તેનું જ એ પરિણામ આવ્યું છે કે સંઘની મર્યાદા જે સાચવવી જોઈએ તે સાચવી રખાતી નથી. ભદ્રબાહુસ્વામી જેવા ધુર ધર આચાર્યને પણ “સંધ બહાર ની શિક્ષા ફરમાવવાનું તે વખતના સંઘની કઈ શક્તિએ કામ કર્યું હતું ? એ કોઈ વિચારે છે કે ? એ સામુદાયિક શક્તિ-એક બીજાની સહનુભૂતિ-ઐકય શક્તિએજ તે વખતે એટલું કાર્ય કર્યું હતું. આજ ઘરઘરના આચાર્યો, ઘરઘરના પંન્યાસ અને ન્હાના કે મોટા સૌ સાધુએ પિતપતાના મનમાં પિતાને સવાસર સમજે બકે એમ કહેવામાં આવે કે “ શીયાળ તાણે સીમ ભણી ને કુતરૂં તાણે ગામ ભણી ” કહેવત ચરિતાર્થ થઈ રહી હોય, ત્યાં શાસનનું કેઈપણ કાર્ય સંગઠિત રૂપે ન થઈ શકે, તે તેમાં આશ્ચર્ય જેવું શું છે ?
અતએ શાસનનું હિત સમજનારા સાધુઓએ હવે પોતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com