________________
સમયને ઓળખે.
દરેક પદાર્થમાં નિત્ય –અનિત્ય-બને ધર્મો જોનારને કોઈની પણ સાથે કલેશ કરવાને ક્યાં રહે ? કઈ પણ પદાર્થને નિત્ય માનનાર કોઈ અપેક્ષાએ સત્ય છે, જ્યારે અનિત્ય માનનાર પણ કોઈ અપેક્ષાએ સત્ય છે. બીજાને સર્વથા અસત્ય કહી ઉતારી પાડવાની કે તિરસ્કારવાની વૃત્તિ તે આપણું કમજ થવી જોઈએ. સાથે સાથે એ પણ વિચારવાનું છે કે વ્યવહારમાં જેનધમી ન કહેવડાવવા છતાં સ્યાદાદ સિદ્ધાન્તને જે કોઈ માનનાર છે, તે તે પણ જૈનધર્મ–જૈનજ છે. કારણ કે તાવિક દૃષ્ટિએ જૈનધર્મના આ લક્ષણને તેણે સ્વીકાર્યું છે.
જૈનધર્મનું બીજું લક્ષણ છે–પક્ષપાતરાહિત્ય. ધર્મ જેવા વસ્તુમાં પણ જે પક્ષપાત હોય તે પછી તે ધર્મજ કેમ કહેવાય ? ધર્મમંદિરમાં સમસ્ત જીવોને સમાવેશ થઈ શકે. જૈનધર્મ ઓશવાળો કે પિરવા માટે જ ન હોય અને જૈનધર્મ શ્રીમાલ કે પલ્લીવાલ માટે જ ન હોય, અને જૈન ધર્મ મનુષ્ય માટેજ ન હોય, જૈનધર્મ જગતને ધર્મ. જૈનધર્મ પ્રાણિમાત્રને ધર્મ. અત્યારે તે જનધર્મ ખરીદી લીધો છે વાણીયાઓએ, એટલે તે ક્ષેત્રમાં કેઇને પેસવાને હકજ નહિં. કેટલી બધી સંકુચિતતા ? પણ આ સંકુચિતતા કોની છે ? વાણિયાઓની, નહિ કે ધર્મની. ધર્મનું ક્ષેત્ર તે ગંભીર છે, વિશાળ છે, ઉદાર છે. તેમાં દરેક જીવ પ્રવેશ કરી શકે છે. ભગવાન મહાવીરની દેશના વાણિયાઓ માટે નહેતી. એમાં દેવ, મનુષ્ય અને તિર્યંચ બધાએ લાભ લઈ શકતા. એજ મહાવીરના ધર્મનીન્જૈનધર્મની ઉદારતા જાહેર કરે છે, ગમે તે જાતિ કે ગમે તે કુળમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય કેમ ન હોય, જે તે જૈનધર્મ છે, જૈન છેજૈન સિદ્ધાન્ત અને જૈન આચારને સ્વીકાર્યા છે, તે પછી તેને ધર્મબંધુ તરીકે ન અપનાવે, એ અજ્ઞાનતા નહિં તે બીજું શું કહી શકાય ? જૈનધર્મ નથી વધી શકત, કિંવા જૈનધર્મની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com