________________
સમયને ઓળખો.
કઈ ધર્મ
ઉલ્લ"
ચંદ્રાચાર્ય પિતાના યોગશાસ્ત્રમાં ગૃહસ્થને હિંસાને ત્યાગ કરવાને ઉપદેશ આપતાં,
निरागस्त्रसजन्तूनां हिंसां संकल्पतस्त्यजेत् । કથન કરે છે અર્થાત ગૃહસ્થ કઈ પણ નિરપરાધી ત્રસ જીવને મારવાની બુદ્ધિથી મારે નહિ–આ એકજ વાક્યમાં આપેલાં ત્રણ વિશેષણનું રહસ્ય સમજનાર કદિ જૈનધર્મની અહિંસાને દિક બની જૈનધર્મ ઉપર આક્ષેપ કરે નહિં. એ તે સ્પષ્ટ વાત છે કે કોઈ પણ નિરપરાધી પ્રાણીને સતાવવાનું તકલીફ આપવાનું જે કોઈ શાસ્ત્ર ફરમાન કરતું હોય તે તે શાસ્ત્ર નહિ કિન્તુ શસ્ત્રજ કહી શકાય. ધર્મ નહિં કિન્તુ અધર્મ જ કહેવાય ! માનવધર્મના આ કુદરતી સ્વાભાવિક ધર્મનું ઉલ્લંઘન કેદ કરી શકે ?
યદ્યપિ જૈનધર્મ ગૃહસ્થ માટે ઉપયુક્ત ધર્મનું પ્રતિપાદન કરે છે, છતાં પણ જે કઈ ગૃહસ્થ ગૃહસ્થધર્મના ઉપર્યુક્ત નિયમથી વધારે ઉચ્ચકોટિની અહિંસાનું પાલન કરે તે તેને આપણે ઉત્તમ
મજ ગણવો જોઈએ. પિતાના સામાન્ય ધર્મનું પાલન કરે તે ઉત્તમ, પરતુ વિશેષ ધર્મનું પાલન કરનાર-વધારે સ્વચ્છ ધર્મનું આચરણ કરનાર ઉત્તમોત્તમ કેમ નહિં ?
જેઓ જૈન છે–જૈનધમાં છે, તેમણે જૈન ધર્મના આ ત્રીજા લક્ષણનું–અન્યપીડનના અભાવનું–અવશ્ય પાલન કરવું જ જોઈએ. વાર્તામાનિક જેમાં એવા કેટલા હશે કે જેઓ આ ધર્મનું સમ્યફ રીત્યા પાલન કરતા હોય ! પિતાના સ્વાર્થની ખાતર જ્યાં અનીતિ કરાતી હેય, નિરર્થક અશુદ્ધ વચન વર્ગણાઓ કાઢી બીજાનાં દિલ દુભાવાતાં હોય, કોઈ પણ ક્રિયા કરતાં ઉપયોગ ન રખાતે હોય, સત્તાના મદમાં કે મિથ્યાભિમાનના ઘેનમાં યાતષ્ઠા વર્તન કરાતું
છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com