________________
સમયને ઓળખે. ગ્રીકજાતિના લોકોને પણ જૈન બનાવ્યા હતા, ત્યારે અત્યારે દુઃખનો વિષય છે કે નવા જૈનો ઉત્પન્ન કરવાની વાત તે દૂર રહી, પરંતુ જૈન સમાજ પિતાની સંકુચિતતાથી પૂર્વ સંસ્કારિત જૈન ધર્મિઓને પણ સંભાળી શકતી નથી. એટલું જ નહિ પરંતુ જૈન સાધુઓ પણ એવી સંકુચિતતાને દૂર કરવા જોઈતા પ્રયત્નો ન કરે, એ શું દિલગીર થવા જેવું નથી ?
જૈન સંખ્યાને ઘટવાનું આ પ્રબળ કારણ છે કે જૈનેને રેટી-બેટી વ્યવહાર બહુજ સંકુચિત સ્થિતિ ભોગવી રહ્યો છે.
કોઈ પણ માણસ જૈનધર્મની શીતળ છાયામાં આવ્યા, એટલે તે સ્વામીભાઈ થઈ ચૂકયે. પોતાની હદ એટલે-એક આસને બેસવાને અધિકારી થઈ ચૂક્યો. જૈન ધર્મની આ ઉત્કૃષ્ટ ઉદારતા છે. આ ઉદારતા ઉપર દીર્ધદષ્ટિથી વિચાર કરનારને સહજ સમજાશે કે આ ઉદારતા જૈન ધર્મને વિકાસ કરવાને માટે કેટલું સુંદર સાધન છે ! કઈ પણ કેમના બસો પાંચસો કે હજાર માણસેએ માને કે જૈનધર્મ સ્વીકાર્યો-ઉત્કૃષ્ટતાથી જૈનધર્મનું આચરણ સ્વીકાર્યું, પરંતુ તેમની સાથે એક જૈનબંધુ તરીકે– સ્વામિભાઈ તરીકે કોઈ પણ વ્યવહાર ન રાખવામાં આવે, તો તેઓની શી સ્થિતિ થાય ? ધાર્મિક સંકુચિતતાઓ લગભગ બધી કેમે-જાતિમાં પ્રવેશ કરી ગઈ છે. એક જાતિના માણસે પિતાના ચાલ્યા આવતા ધાર્મિક સિદ્ધાંતને મૂકી બીજા કોઈ સિદ્ધાંતને સ્વીકાર્યો–ધર્મનું આચરણ સ્વીકાર્યું, એટલે તે પોતાની પૂર્વીય જાતિથી વિખૂટે પડશે. હવે જે ધર્મમાં તે દાખલ થયો છે, તે ધર્મના જાતિવાળા પણ તેને ન સ્વીકારે તો પછી તેને તે ત્રિશંકુને અનુભવ કરવા સિવાય બીજો શો ઉપાય રહ્યો ? જૈનજાતિમાં આ
૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com