________________
સમયને ઓળખે.
વિચારતું કે–તેટલા વ્યયના પ્રમાણમાં સમાજના બાળકો અને યુવકે ઉપયોગી શિક્ષા કેટલી પ્રાપ્ત કરે છે. જૈન સમાજનાં બાળકો માટે શિક્ષાનાં સાધને સરકારી સ્કૂલે સિવાય બીજે ક્યાં છે ? અને સરકારી સ્કુલનું શિક્ષણ સમાજ, ધર્મ, દેશ કે જાતિને માટે કેટલું ઉપયોગી થયું છે, અથવા થાય છે, તે અત્યાર સુધીના અનુભવ ઉપરથી સારી રીતે જોવાઇ ગયું છે. શિક્ષાને ઉદ્દેશ સુંદર જીવન ઘડવાને જ હોઈ શકે. જે શિક્ષા પ્રાપ્ત કરતાં મનુષ્ય સુંદર ચારિત્રશીલ ન બની શકે, તે શિક્ષા શિક્ષા કેમ કહી શકાય ? એક બંગાલી વિદ્વાન પિતાના ગ્રંથમાં લખે છે કે “ વર્તમાન શિક્ષાના પરિણામે ભારતવન ફી સદી ૯૫ યુવકે નાસ્તિક બને છે.” આ કથન ક્યાં સુધી સત્ય છે, તે વાચકો સ્વાનુભવ ઉપરથી સ્વયં સમજી શકે તેમ છે. પરન્તુ એટલું તો અવશ્ય છે કે દેશાભિમાની, ધર્માભિમાની, સદાચારી શહેરીઓ તૈયાર કરવા માટે સ્વતંત્ર શિક્ષાલોની ખાસ આવશ્યકતા છે.
જૈન કમ એક ધનાઢય અને ઉદાર કામ છે. પહેલાં કહેવા પ્રમાણે જૈન સમાજના લાખ રૂપીયા શિક્ષા વિભાગમાં વ્યય પણ થાય છે, પરંતુ સાર્થકતા થતી નથી. તે પછી શા માટે જૈનધર્મમાં સ્વતંત્ર શિક્ષાલય ના સ્થાપન કરવાં જોઈએ ?
બાહ્ય દૃષ્ટિથી જોતાં આપણામાં સંસ્થાઓની કમી નથી. મુંબઈ, અમદાવાદ, પાટણ, ભાવનગર, મહુવા, લીંબડી, પાલીતાણા, જામનગર, વઢવાણ, રાજકોટ, મહેસાણા, જૂનાગઢ, સૂરત. ભરૂચ, નવસારી, શિવપુરી, વગેરે સ્થાનોમાં બોર્ડિગે મૌજુદ છે. અને આ બાર્ડિગમાં કેટલીક તો એવી છે કે જેમાં સારી સંખ્યામાં જૈન વિદ્યાથીઓ રહે છે. અને આ બોર્ડિગમાં ખર્ચ પણ કંઈ કમ નથી થતું, પરંતુ આ બધાં સ્થળોમાં સ્વતંત્ર શિક્ષા આપનારી સંસ્થા ભાગ્યેજ એકાદ બે છે. દરેક સ્થળે વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં
૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com