________________
શિક્ષા.
શક્તી જ નથી, અને ઉભી રહેવાને લાયક પણ નથી. પછી તે સમાજ કે જ્ઞાતિ સૌથી વધારે પ્રાચીન અને પવિત્ર જ કેમ ન હેય ! દેશની, સમાજની, ધર્મની ઉન્નતિને આધાર શિક્ષા જ છે. લાખે અશિક્ષિતના ટોળામાં ગણ્યા ગાંઠયા શિક્ષિતે વધારે કામ કાઢી શકે છે. જો કે ઈતિહાસનાં પૃધ્ધમાં–ચરિત્રસાગરમાં એવાં રત્ન નજરે જરૂર પડે છે કે જેમણે અક્ષરજ્ઞાન નહીં પ્રાપ્ત કરેલ હોવા છતાં તેઓ વિદ્વાન કહેવાયા છે. સમાજ અને દેશના સારથી બનેલા છે. પરંતુ તે ઉપરથી આમ રીત્યા એવું બંધારણ ને બાંધી શકાય કે અક્ષરજ્ઞાનની–શિક્ષાની કંઈ આવશ્યકતા નથી. કુદરત તરફની એવી બક્ષિસ તે લાખોમાં એકાદ જ એવી વ્યક્તિને મળે છે. એકાદ પાંચ વર્ષના બાળકને સંગીતમાં કમાલ કામ કરતે જોઈએ, પરંતુ તેથી સંગીત શિક્ષાની અનાવશ્યક્તા ન સ્વીકારાય. તેવી જ રીતે એકાદ માણસ વગર ભણે વિદ્વાન થયો હોય તે તેથી બધાએ વગર ભણે વિદ્વાન થાય, એમ તે નહિ જ. વિધાન થવાનાં જે સાધને છે-વાસ્તવિક શિક્ષાનાં જે સાધને છે, તે સાધને મેળવવાં જ જોઈએ. અથોત કેઈ પણ સમાજે પિતાના સમાજની ઉન્નતિ કરવા અર્થે શિક્ષા વિભાગની યોજના કરવી જ જોઈએ.
ગયા લેખમાં “ શીખે ? શીર્ષક લેખમાં આ સંબંધ કંઈક ઇશારે કરી ગયો છું. તે ઉપરથી વાચકે જોઈ શક્યા હશે કે આર્યસમાજ જેવા નાનકડા અને નવા ઉત્પન્ન થયેલા સમાજ કરતાં પણ જનસમાજ શિક્ષાના વિષયમાં ઘણા જ દરજજે પછાત છે. જૈનસમાજની ભાવી પ્રજાને માટે જૈન સમાજ પાસે શિક્ષાનું એક પણ સુંદર સાધન નથી. જો કે એ વાત સાચી છે કે જૈન ધનાઢ પ્રતિવર્ષ બીજું કાર્યોની માફક શિક્ષાના ક્ષેત્રમાં પણ હજારે નહિ બલ્ક લાખ રૂપિયાને વ્યય અવશ્ય કરે છે, પરંતુ કેઇ એમ નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com