________________
શીખો.
નજરે પડશેજ. ગુરૂકુલકાંગડીમાં મહાત્મા મુનશીરામ ( સ્વામી શ્રદ્ધાનંદજી) પિતાનું સર્વસ્વ તેમાં સમપને ફકીરી લઈ તે સંસ્થા ન ચલાવતે, તે સેંકડે વાઘ અને વરના નિવાસવાળા તે ભયંકર જંગલમાં એવું આદર્શ ગુરૂકુળ કેમ થઈ શકતિ ? જૈનમાં છે કઈ આવા સ્વાર્થત્યાગી ગૃહસ્થ ? સ્થિતિ અને શક્તિ હોવા છતાં જિંદગીને ચેકસ ભાગ પણ ન અપાય, ત્યાં સુધી કેમ કહી શકાય કે આપણને સમાજ અને ધર્મ પ્રત્યે પ્રેમ છે ? વાતે સંસારમાં કોણ નથી કરતું ? વાતો કરનારા તે હજારે મળી શકે, ટીકાઓ કરતાં પણ સૌને આવડે, પરંતુ કાર્ય કરી બતાવનારા કેટલા છે ? જૈન સમાજને જોઈએ છે કામ કરનારાઓ ! જૈન સમાજને જોઈએ છે સ્વાર્થત્યાગીઓ ! જ્યાં સુધી જેની તમામ સંસ્થાઓને આવા સ્વાર્થ ત્યાગી શિક્ષિત પુરૂષ ન મળે ત્યાં સુધી સંસ્થાઓની સ્થિતિએ અતિ શીધ્ર સુધરવી તે કઠિનજ છે. એક વાત અવશ્ય વિચારવા જેવી છે. જૈન સમાજમાં એવા શિક્ષિત યુવકે મૌજૂદ છે કે જેઓ શાસન સેવાની ભાવના અને સમાજની દાઝ ધરાવે છે. આવા યુવકે સ્વાર્થત્યાગ કરી આપણી સંસ્થાઓનું સુંદર સંચાલન કરી શકે. પરંતુ “ મારું થશે ? ' “મારી પાછળનાઓનું શું થશે ” આવી ચિંતાઓ જ્યાં રાતદિવસ સતાવી રહી હોય ત્યાં સ્વાર્થ ત્યાગ કે શાસન સેવાની ભાવના કેમ ફળીભૂત થઈ શકે ? ખરી વાત તે એ છે આવા સુભટને માટે સમાજ તરફથી અથવા તે સંસ્થાઓ તરફથી જ એવી સગવડે હેવી જોઈએ કે જેથી નિશ્ચિત પણ તેઓ કાર્ય કરી શકે. વળી આપણે ત્યાં એ પણ વાત છે કે આપણી સંસ્થાઓની સમસ્ત પ્રકારની લગામ બિન કેળવાયલા ધનાઢયોના હાથમાં રાખવામાં આવે છે, અને તેથી તેઓ કોઈપણ પ્રગતિના કાર્યમાં માથું મારી અડચણરૂપ થાય છે. આ બે બાબતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com