________________
શીખે.
તમામ પ્રકારની સગવડ પૂરી પાડવા છતાં વિદ્યાર્થિની જોઈએ તેવી સંખ્યા ન દેખાય, એ શું બતાવે છે ? ધનાઢ અને ગર્ભ શ્રીમતિની બેદરકારી અને ગરીબને પેટની ચિંતા કે બીજું કંઇ? જૈન સમાજની આ સ્થિતિ ન સુધરે, ત્યાં સુધી જેનેની સંસ્થાઓ જોઈએ તેવી પ્રગતિ ન કરી શકે, એ દેખીતી વાત છે. વૃંદાવન ગુરૂકુળના ઉત્સવમાં દસથી ૧૨ હજાર મનુષ્યો એકત્રિત થયા હતા. તેઓમાં મોટે ભાગ–બલ્ક સેકડે ૯૫ ટકા જેટલો ભાગ શિક્ષિતજ નજરે પડતે હતો. એટલું જ શા માટે ? સારા સારા વક્તાઓની પણ એક મોટી ફોજ ત્યાં મૌજૂદ હતી. હવારના ૮ થી રાત્રિના ૯ વાગ્યા સુધી પંડાલમાં વ્યાખ્યાનની ધૂમ ચાલી રહેતી હતી, અને તેમાં એકએકથી ચઢીયાત વક્તાઓ નજરે પડતા હતા. એટલું જ નહિ, પરંતુ સ્ત્રિઓને જે માટે સમુદાય એકત્ર થયા હતા, તેમાં પણ મોટે ભાગ શિક્ષિતાઓનોજ હતે. કોઈ પણ વિચારક આર્યન સમાજની આ સ્થિતિ તરફ નજર કરશે તે તેને જણાશે કે જૈન સમાજ શિક્ષાના વિષયમાં ખરેખર ઘણા જ પાછળ છે.
આ પ્રસંગે જૈન સમાજનું એક બીજી વાત તરફ પણ ધ્યાન ખેંચવું આવશ્યક સમજું છું. આર્યસમાજના જે ઉત્સવને ઉપર ઉલ્લેખ કરવામાં આવે છે, તે એક સંસ્થાને વાર્ષિકોત્સવ હતો. એક સંસ્થાના વાર્ષિકોત્સવમાં પિતાની સમાજના દસથી બાર હજાર મનુષ્યો એકત્રિત થાય, પાંચ પાંચ દિવસ સુધી આખો દિવસ વ્યાખ્યાનેની ધમાલ મચી રહે, અને એક વિશાળ જંગલમાં મહાન મેળો ભરાય એ બધું શું બતાવી આપે છે? સામાજિક અભિમાન, મમત્વભાવ, અને લાગણી કે બીજું કઇ ? આ ઉપરાંત છેલ્લા દિવસે સંસ્થા માટે દ્રવ્યની અપીલ પ્રસંગનું દશ્ય જેણે જોયું હતું, તેમને ખબર છે એક સમાજ પિતાની એક સંસ્થાના નિભાવ માટે
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com