________________
રીત
છે
તૃતીય પરિચ્છેદ
શતવહન વંશ (ચાલુ) ટૂંકસાર–અંધ અને આંધ્ર શબ્દની વિશેષપણે આપેલી સમજૂતી–આંધ્ર પ્રજાની ઉત્પત્તિ પર કરેલ લંબાણથી ચર્ચા; પરિણામે તે વંશના સ્થાપકના માતા, પિતા, જ્ઞાતિ, સમય તથા સ્થાન ઉપર પાડેલ પ્રકાશ
મૂળ વંશમાંથી તેના સ્થાપકે પિતાની શાખા જૂદી કેમ પાડી તેનાં કારણની લીધેલ તપાસ તથા તે ઉપરથી તરી આવતા કેટલાય નવીન મુદ્દાઓનું આપેલ નિરૂપણ –ઈફવાકુ વંશી તેમજ બ્રાહ્મણ ગોત્રી વ્યક્તિઓને કયા વર્ણમાં સમાવેશ કરી શકાય, તે બાબતમાં તથા નાગર, ખત્રી અને ક્ષત્રિય આદિ શબ્દ બાબતમાં કેટલાક વિદ્વાનોએ રજુ કરેલાં મંતવ્યો
આંધ્રભત્યા અને આંધ્ર તરીકે ઓળખાતા રાજાઓ વચ્ચે આપેલ તફાવત તથા ઈતિહાસમાં કોને કોને અને કયા સમયે તે બિરૂદ જોડી શકાય તેને કરેલા વિવાદ અને તેની સ્પષ્ટતા કરી બતાવવા આપેલું કષ્ટક—શંગભુત્ય અને આંધ્રભુત્ય શબ્દની કરેલ સરખામણ