________________
ઉડેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ
'
૩૪૪ ]
દેશ કહી શકાય. ઉપરના કથનનું સ્પષ્ટીકરણ કરતાં ફૂટનેટમાં જણાવ્યું છે કે, “ આર્યાવર્તના ભિન્ન ભિન્ન વિભાગની દૃષ્ટિથી આ સંમેાધન આપી શકાય-ધૃતર પ્રદેશની સંસ્કૃતિની સાથે સરખામણીમાં આ (આર્ય) સંખાધન વાપરી શકાય છે.” વળી આ મારા કથનની પુષ્ટિ માટે જણાવવાનું કે જૈનશાસ્ત્રમાં (પ્રજ્ઞાપના સૂત્રમાં) કહેલ છે કે “ જેએ હૈયધર્મથી દૂર ગયા છે અને જેમણે ઉપાદેય ધર્મ પ્રાપ્ત કર્યાં છે. તેને આર્ય કહેવામાં આવે છે.” એ જ પ્રમાણે સૂત્રકૃતાંગ અને આચારાંગસૂત્રમાં પણ જણાવાયું છે કે “ જેએ સહૈય—ત્યાજ્ય ધર્મથી દૂર ગયા છે તે આ, અને તેનાથી વિપરીત તે અનાય` ''; એટલું જ નહીં પણ એક જ પ્રદેશની સંસ્કૃતિમાં ભિન્નતા પડતી હાવાથી સંસ્કૃત થયેલ ભાગને આર્યું અને અસંસ્કૃતને અનાર્યની ગણત્રીમાં લેવાય છે. કૅમ્પ દેશના અડધા ભાગ આ પ્રમાણે આર્ય અને અડધા અનાર્ય ગણાયા છે જે આર્યાવર્તના ર૫ા દેશ કહેવાયા છે તેમાંના અડધા દેશ જે આર્ય ગણાવાયા છે તેનું રહસ્ય પણ આ પ્રમાણે જાણી લેવું. ઉપરથી સમજાશે કે, આર્ય-અનાર્ય શબ્દને, કાઈ સ્થાન, કુળ, જાતિ, વંશ કે તેવા પ્રકારના વિભાગ સાથે સંબંધ નથી. કેવળ સંસ્કૃતિને લઈને જ તે ભેદ પાડવામાં આવ્યા હતા. આ વ્યાખ્યા પ્રમાણે પશ્ચિમ ગાંધાર દેશ કે જે પાણિનિની જન્મભૂમિ હતી—અથવા સમ્રાટ પુલુસાકીના રાજ્યના જે ભાગ કએજને નામે એળખાતા હતા તેને મેં અનાર્યદેશમાં લેખવ્યા છે.
આ
[નીચેના અવતરણામાં વિદ્વાનેએ પુષ્યમિત્ર શૃંગને અનાર્ય કહ્યો છે તેને ખુલાસે। આચાય છ મહારાજ શું કરશે ? ખાણુ કવિના કથનના આધારે પુરાણની હકીકતને સમર્થન મળે છે એમ જણાવી મિ. વિન્સેટ સ્મિથ જણાવે છે કે (E. H. I. 3rd edi. pp. 198, f.n. 1)-and reviewing the whole army under the pretext of showing him his forces, the base born anarya general Pusyamitra crushed
[ પ્રાચીન
his master Brihadrath the Maurya= અને તેને પેતાનું લશ્કર દેખાડવાનું નિમિત્ત દર્શાવી અનાર્યે પુષ્યમિત્રે પેાતાના સ્વામી મૈર્યવંશી બૃહ્રથ રાજાને મારી નાંખ્યા. આ ખાખત જ. માં. હૈં. શ. એ. સ. ૧૯૨૮માં પૃ. ૪૫ ઉપર જણાવાયું છે કે તેણે પેાતાના રાજાને મારી નાંખ્યા હતા તેથી જ નિર્ણયસાગર પ્રેસમાં ૧૯૮૬માં છપાયલી હ`ચરિત્રમાં અનાર્ય કહ્યો છે. ]
*
ΟΥ
“ અશે।કના શિલાલેખ ઉપર દૃષ્ટિપાત ” નામની જે પુસ્તિકા ૬૬ પૃષ્ઠની તેમેાશ્રીએ બહાર પાડી છે તેને અંગે હવે ખુલાસા આપું છું. તેમાં સમ્રાટ પ્રિયદર્દર્શનના શિલાલેખને આશ્રયીને જ વિવરણ છે. અશાકને અને પ્રિયદર્શિનને ભિન્ન ભિન્ન વ્યક્તિ તરીકે હું માની રહ્યો છું; જેથી તે શિલાલેખા અશાકના બાધર્મને સ્પર્શવા કરતાં પ્રિયદર્શિનના જૈનધર્મને સ્વધારે સ્પર્શતા છે એમ પુરવાર કરવું રહે છે. આ હકીકત પ્રિયદર્શિનના સમયનું તેમજ તેના સમગ્રજીવનનું જ્યારે યથાસ્થિત આપણને જ્ઞાન મળશે ત્યારે આપે।આપ સ્પષ્ટ થઈ જશે. અત્યારે તે। એટલું જ કહી શકાશે કે, તેમણે અશોકના શિલાલેખ માનીને બૌદ્ધધર્મી લેખવ્યા છે અને તેને અનુલક્ષીને જ દલીલા કરી છે. એટલે દેખીતું જ છે કે તેમની અને મારી માન્યતાને એકખીજાતે મેળ નહીં જ ખાય. વળી તેમણે પેાતાની દીલાના સમર્થનમાં આ શિલાલેખામાં આવતી વસ્તુના જ હવાલા ઠેકઠેકાણે આપ્યા છે. એટલે પણ સ્વાભાવિક છે કે મૂળ પમ્યા જ્યાં શિલાલેખને શંકામય અનાવી દેવાયે, ત્યાં તેના આધાર લઇને ચર્ચા કરવી તે નકામી જ ગણાય. આવા એ ત્રણ કારણેા ને લઇને પ્રિયદર્શિનને અંગે સ્વતંત્ર પુસ્તક જ્યાં સુધી નજર આગળ ન ધરાય અને તેમાંની સર્વ હકીકતનું તાલન ન કરાય, ત્યાં સુધી ખામેાશ ધર્યા સિવાય ઉપાય રહેતા નથી. માટે હાલ તેા એટલી જ વિનંતિ કે તેવું પુસ્તક હું તૈયાર કરી રહ્યો છું. તે બહાર પડે ત્યાં સુધી રાહ જોવી. છતાં એક એ પ્રશ્ન એવા છે કે જેને પરિચય-ખુલાસે –અત્રે કરાવવા રહે છે. (૧)