________________
[૬]
( ૩૫ ). આ ગ્રન્થમાં ઈ. સ. પૂર્વે ૯૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધીનો ઇતિહાસ આપવામાં આવ્યો છે જે યુગને પ્રસ્તાવનામાં, “ પ્રાચીન હિંદનાં ઈતિહાસના સાચા ધડતર-યુગ” તરીકે ઓળખાવવામાં આવેલ છે. વધારામાં જણાવાયું છે કે એ યુગ પર પ્રમાણભૂત કે સમગ્રદર્શી કેઈ ગ્રન્થ હજી લખાયો નથી–જે વિધાન સાથે ઇતિહાસના અભ્યાસીઓ સહેજે સંમત થશે.
ડે શાહે. બૌદ્ધ અને વૈદિક પ્રમાણે, જે કેટલાક પ્રમાણમાં સારી રીતે સંશોધિત થઈ ચૂક્યાં છે તે ઉપરાંત, પ્રાપ્ય જૈન પ્રમાણેને પણ ઉપયોગમાં લીધાં છે; તે એ ગ્રન્થને ખૂબી બક્ષે છે. જૈન વિશ્વકોશ અંગે પચીસ વર્ષના શ્રમસેવન પછી તેઓ તેમ કરવાને વધુમાં વધુ યોગ્ય ને સુંદર સ્થિતિમાં ગણી શકાય. વિશ્વકેશનું પ્રકાશન શક્ય ન બનવાથી બદલામાં તેમણે આ ઈતિહાસ-ગ્રન્થ પ્રગટ કર્યા છે.
...આ ગ્રન્થમાંની એક લાક્ષણિકતા તો ઈતિહાસના અભ્યાસીઓને ચમકાવશે જ-અને તે પ્રાચીન ભારતીય કાલગણનામાં ડો. શાહે દર્શાવેલી નવી ગણતરી.
મુંબઈ
દલિડ વીકલી ઓફ ઈન્ડિયા
( ૩૬ ). અત્યારસુધી ઇતિહાસકારોએ અને સંશોધકોએ અણુઉકેલેલ માહિતીઓ પર ગ્રન્થની રચના થઈ છે.
કોઈ નાસ્તિક કદાચ લેખકનાં બધાં જ મંતવ્ય સ્વીકારી લેતાં અચકાય, પણ હું જાતે તે એમનાં મંતવ્યમાં માનું છું.
તંત્રી– ' મુંબઇ
ન્યુ બુક ડાઇજેસ્ટ
( ૩૭ ) ગ્રન્ય નવા મંતવ્યોથી ઝગમગી રહે છે. એ એક યુગવત પ્રકાશન છે. કલકત્તા
અમૃત બઝાર પત્રિમ
( ૩૮ ) પ્ર. શાહની આ કૃતિ પ્રાચીન હિંદ વિષેનાં જુના મંતવ્યને ઉરાડી મૂકે છે.
આખા ગ્રન્થની રચના, અત્યારસુધીમાં ઈતિહાસકારોએ અને સંશોધકોએ અણઉકેલેલ માહિતીઓ પરજ થઈ છે. કેન્યા (આફ્રિકા)
કેન્યા ડેલી મેઈલ
( ૩ ) ડો. શાહ ધર્મ જૈન છે ને અલ્પ-જાણને લગભગ અપ્રાપ્ય એવા જૈન ગ્રન્થ ને હસ્તપ્રત મેળવવાનું તેમને માટે ભારે શકય બનેલ. એ બધાના સૂક્ષ્મ અભ્યાસે તેમને, ગત સદીના મધ્ય અને ઉત્તર-ભાગમાં અને ચાલ સદીના પૂર્વ ભાગમાં યુરોપીય પૌવંત્યોએ લખેલ રૂઢિવાદી ઐતિહાસિક કૃતિઓથી જુદાં જ દષ્ટિબિન્દુઓ ધરાવતા, સ્મરણીય ગ્રન્થના આલેખનની શક્તિ આપી.
અમને ખાત્રી છે કે વિદ્વાન કર્તાની આ ભવ્ય કૃતિ ભાવિ સંશોધન કાર્યમાં, જે યુગને તેઓ સ્પર્શલ છે તે યુગ સંબંધમાં, સુંદર ભૂમિકા પૂરી પાડશે. આ અવસરે અમે આવી ખરેખર સુંદર–સચિત્ર કતિને બહાર પાડવા માટે વડોદરાની શશિકાન્ત કે. ને અભિનંદન આપવાની તક લઈએ છીએ. ટાંગાનિકા (આફ્રિકા)
ટાંગાનિકા ઓપીનિયન
( ૪૦ ) અમે ઈચ્છીએ છીએ કે લેખક દીર્ધાયુષી થાય અને પોતે કર્તવ્યના સ્નેહભાવે જે ભારે કામ હાથ ધર્યું છે તે સંપૂર્ણ કરી ભાવિ ઇતિહાસકારો માટે અદ્દભુત ગ્રંથ તૈયાર કરે.
અહીં એ પણ નોંધવું જોઈએ કે આ ગ્રન્થની અતીવ અગત્યતા અને પ્રાચીન હિંદના ઇતિહાસ પર તે જે પ્રકાશ ફેંકે છે તે સર્વને વિચાર કરી મુંબઈ વિદ્યાપીઠે તેને માન્ય કરેલ છે, ડાયરેકટર ઓફ પબ્લીક ઈનક્ષન–તેઓશ્રીએ તેને પાસ કરેલ છે તે બધા જ વિદ્વાનોએ તેના સંબંધમાં ભલામણ કરેલી છે. ઝાંઝીબાર (આફ્રિકા)
ઝાંઝીબાર વાઇસ