________________
(૨૨) લેખકે પુસ્તક તૈયાર કરવામાં લીધેલ શ્રમ અને નવાં વિધાને બાંધવા માટેની તેમની પર્યેષક વૃત્તિ પાને પાને જણાઈ આવે છે...હિંદની કોઈએ ભાષામાં તે શું પણ અંગ્રેજીમાં પણ જેની તેલે આવે એવાં ગણતર પુસ્તક જ હશે; એ બધી વસ્તુઓ ખ્યાલમાં લેતાં, અને ઇતિહાસના અભ્યાસીઓ માટે જે સાધનસંગ્રહ આમાં મૂકાયેલો છે તે જોતાં ડો. ત્રિભુવનદાસની શ્રમશીલતા, ઇતિહાસ સંશાધનના ક્ષેત્રમાં કદર કરવા જેવી છે. આ ગ્રન્થમાંનાં સંશોધન અને વિધાનો એક યા બીજી રીતે માર્ગદર્શક, દિશાદર્શક કે પ્રકાશ પહોંચાડનારાં થઈ પડશે એમ માનવું વધારે પડતું નથી. અમદાવાદ
પ્રજાબંધુ
(૨૩) ' ખરેખર એક ગુજરાતી વિદ્વાનને હાથે લખાયેલે સાધાર ઐતિહાસિક શેધખોળનો આ એક અદભૂત ગ્રન્થ છે....ડોશાહ ટીકાઓથી ન ડરતાં તેમનો પ્રયાસ અપૂર્ણ ન મૂકે એમ આપણે ઈચ્છીશું. આના સારરૂપ જે એક અંગ્રેજી ગ્રન્થ તૈયાર કરાવાય છે તેની ચર્ચા આખા ભરતખંડમાં થવા પામે. મુંબઈ
ગુજરાતી
( ૪ ) ' આ સંશોધન ઈતિહાસ-સંશોધકેને જેમ ઉપકારક છે તેમજ ખાસ કરીને જેન સમાજ માટે મહા ઉપકારક છે. સૈકાઓ જાને અપ્રગટ, ઐતિહાસિક સાહિત્ય શ્રમ અને સંકલનાપૂર્વક આ ગ્રન્થ દ્વારા બહાર મૂકવા માટે ડો. ત્રિભુવનદાસને અભિનંદન ઘટે છે. દરેક જૈન લાઈબ્રેરીઓ, સાહિત્ય સંસ્થાઓ, જ્ઞાનભંડારોમાં આ સેટને સ્થાન મળે એમ ઇચ્છીએ છીએ. ભાવનગર
(૨૫) - આ પુસ્તક હિંદના પ્રાચીન ઇતિહાસ ઉપર તદન નવો જ પ્રકાશ પાડે છે. જ્યાં જ્યાં લેખક પિતે પુરેગામી લેખકના મતથી વિરૂદ્ધ જાય છે ત્યાં ત્યાં બધે તેઓ મજબૂત પુરાવાઓ આપે છે. આખું પુસ્તક વાંચવા જેવું છે, અને અભ્યાસીઓને મનન કરવા ગ્ય છે. ભાષા સરળ અને વિષયની વસ્તુની ગહનતાને એકદમ સ્પષ્ટ કરે તેવી છે. લેખક ધંધે ડોકટર હાઈ પુરાતત્ત્વના વિષયને આટલો બધો પરિચય ધરાવે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર તથા શેભાસ્પદ છે. તેમની કૃતિ દરેક વાંચનાલયમાં જવી જોઈ એ. - વડોદરા
સાહિત્યકાર
જૈન
કરાંચી
ગુજરાતી પ્રકાશનના ઈતિહાસમાં આ પુસ્તકનું સાહસ અજોડ ગણાય તેવું છે. ખાસ કરીને વિદ્વત્તા, બહાળી સામગ્રી ને હાંશ પ્રશંસનીય છે. લેખકે બહુ પ્રમાણમાં શ્રમ લીધે છે. અને પોતે માની લીધેલ મિતાંતરનું સમર્થન જારીવારી જાણનારા વકીલની માફક બહુ જ ઊલટથી કર્યું છે. આ પ્રકારનો પ્રન્ય
સ્વભાષામાં લખીને ડો. શાહે ગુજરાતીની માટી સેવા કરી બતાવી છે અને ગુજરાતની વિદ્વત્તાને જગતમાં ઉચ્ચ સ્થાને સ્થાપી છે. એ માટે અમે એઓ મહાશયને ધન્યવાદ આપીએ છીએ.
ઊર્મિ ( ૭ ) પ્રાચીન શોધખોળની દષ્ટિએ આ ગ્રન્ય મહત્વનું છે. પ્રાચીન શેધખોળ માટે લેખકને અનુભવ અને પ્રયાસ પ્રશંસાને પાત્ર છે. મુંબઈ
જૈન પ્રકાશ ( ૧૮ ) માહિતી રસપૂર્ણ છે...ગુજરાતી ભાષામાં આ સુંદર ઉપગી પુસ્તક તૈયાર કરવા માટે લેખકને ધન્યવાદ ઘટે છે, વડોદરા
નવ ગુજરાત