________________
( ૧૫ ) ' આવા પ્રત્યેની અતીવ અગત્ય છે. દિલ્હી
મુનિ દર્શનવિજ્યજી
(૧૬). પ્રયાસ સ્તુત્ય છે અને ઐતિહાસિક શોધક બુદ્ધિ તથા ઊહાપોહ કરવાની પદ્ધતિ સુંદર છે. આ પુસ્તકથી ઘણીક બાબતોને ભ્રમ દૂર થઈ શકશે. કચછ-પત્રી
મુનિ લક્ષ્મીચંદ ( ૧૭ ) ઈતિહાસના અનભિજ્ઞને પણ પ્રથમ દૃષ્ટિએ જ વધાવી લેવા યોગ્ય લાગે એવું આ ગ્રન્થ-પ્રકાશનનું સાહસ છે. ઇતિહાસ પ્રત્યેની લકરુચિ અણખીલી અને વિદ્યાવિકાસ કરતી સંસ્થાઓ પ્રમાદ, પક્ષપાત અથવા નિર્ધનતાનો ભંગ થઈ પડી છે, તેવા સંજોગોની વચ્ચે આવા ગ્રન્થોનું જોખમ લેનાર પ્રથમ ક્ષણે જ સહનાં અભિનંદન માગી લે છે. આ સાહસ પાછળ ગ્રન્થકારના જીવનની પચીસ વર્ષની પ્રખર સાધના છે. ટીપુ. સમયાવળી, વંશાવળી, વિષય શોધવાની ચાવી વિગેરે આપીને એક બાજુએ લેખકે આખા વિષયને વિદર્ભોગ્ય બનાવ્યો છે ને બીજી બાજુ ભાષાશૈલી સરળ, ઘરગથ્થુ, કંઇક વાર્તાકથનને મળતી રાખવાથી ગ્રન્થ વિદ્વત્તાને એક ખૂણે જ ન પડી જાય તે બન્યો છે. મુંબઈ
જન્મભૂમિ '
સિક્કાઓ વિષેની આવી માહિતી એક જ પુસ્તકમાં બહુ થોડે ઠેકાણે મળી શકશે. પુસ્તકની ભાષા સાદી અને સરળ હોવાથી, સામાન્ય અભ્યાસી પણ તે સમજી શકે એવું છે. અને તેમાં આવેલી ઐતિહાસિક ઘટનાઓ એવી તે રસિક છે કે તે કાઈ કહાણી-કિસ્સાને ભુલાવે તેવો આનંદ આપે છે...નો પ્રકાશ પાડનાર પુસ્તક પ્રગટ કરવા માટે તેના લેખક ડૉ. ત્રિભુવનદાસ લહેરચંદ શાહને મુબારકવાદી ઘટે છે. મુંબઇ
મુંબઈ સમાચાર (૧૯) - ત્રિભુવનદાસના આ ઇતિહાસના ગ્રન્થ વાંચી કેઈ પણ હિંદી પિતાનું હીન માનસ ત્યજી ગૌરવથી પિતાનું મસ્તક ઊચું રાખી શકશે. ઈતિહાસના બા બૃહદ ગ્રન્થ ગુજરાતને આ પહેલી જ વાર મળે છે.
જ્ય ભારત ( ૨૦ ) લેખકે ભારે શ્રમ લીધે છે. ઘણી હકીકતે, પૂરાવા અને અન્ય સાધને એકત્રિત કર્યાં છે.. મુંબઈ
સાંજ વર્તમાન
( ૨૧ ) પચીસ પચીસ વર્ષના તપને પરિણામે ગ્રન્થકારે ઉપલબ્ધ સાધનને બની શકે તેટલો અભ્યાસ કરીને ઈ. સ. પૂર્વે ૯૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધીનાં હજાર વર્ષનો ઇતિહાસ આપવાનો કરેલો પ્રયાસ જેમ અપૂર્વ છે તેમ આ દિશામાં પ્રકાશ ફેંકનારો છે. આ ઉપયોગી ગ્રન્થને ઇતિહાસના અભ્યાસીઓ જ નહિ પણ તમામ ગુજરાતીઓ વાંચવા પ્રેરાય તે આગ્રહ કરીએ છીએ અને એક ગુજરાતી સંશોધક વિધાનની કદર કરી પિતાને શિરેથી બેકદરપણાનો દેષ દૂર કરવાના પ્રયાસ માટે ગુજરાતને આ પુસ્તક સત્કારવા યોગ્ય હોવાની ખાત્રી આપીએ છીએ, મુંબઈ
હિંદુસ્તાન અને પ્રજામિત્ર