________________
અભિપ્રાયો
( ૧ )
પુસ્તક તદ્દન નવું દૃષ્ટિબિન્દુ ખાલે છે એમ સમજાય છે. તમે એ પુસ્તક તૈયાર કરવામાં ઘણા શ્રમ લીધા લાગે છે.
મુંબઈ
દિ. ખા. કૃષ્ણલાલ મેાહનલાલ વેરી
( ૨ )
વધુમાં વધુ પ્રસંગાથી ભરેલા પ્રાચીન હિંદના ઇતિહાસ અંગે સ્થાપિત સિદ્ધાંતાના અન્વેષણમાં ઊતરવાના અને તે સિંદ્ધાંતામાં કેટલાક ક્રાન્તિકારી ફેરફારા સૂચવવાના ડા॰ શાહે ઉપાડેલા કાર્યને દૈવી તરીકે જ ઓળખાવી શકાય.
ડા॰ શાહના અવિરત શ્રમ અને નવા સિદ્ધાંતા બહાર મૂકવાની તેમની અસામાન્ય હિંમતની તે। પ્રશંસા જ થઈ શકે.
ઇતિહાસને અભ્યાસીઓ જોઇએ છે અને જ્યાંસુધી અનેકાએ સંશાધન નથી કર્યું ત્યાંસુધી ઇતિહાસના ક્રાઇ પણ યુગવિષે સંપૂર્ણ સત્ય જાણી શકાતું નથી.
સુખ
રાવ બહાદુર જી. એચ. સરદેસાઇ
( ૩ )
ૐă શ્રી. ત્રિભુવનદાસ લહેરચંદે હિંદુસ્તાનના પ્રાચીન ઋતિહાસ ગુજરાતીમાં લખ્યા છે, જે હું અથથી ઇતિ સુધી વાંચી ગયા છું. ત્રિભુવનદાસભાઇએ આ ઇતિહાસ જૈન, બૌદ્ધ તેહિંદુ સાહિત્ય ઉપર રચ્યા છે. તે તેમણે તે સાહિત્ય ઉપરાંત સિક્કા, ગુફા વિગેરેના શિલાલેખા ઇત્યાદિ અહુ વિગતવાર જોયા છે. ઇતિહાસકારાએ અત્યાર સુધી જૈન સાહિત્યની અને જૈન સામગ્રીની અવગણના કરી હતી તે ત્રિભુવનદાસભાઈએ કરી નથી, તેથી તેમના લખાણમાં સમગ્રતાને ગુણ આવી જાય છે. અને અત્યાર સુધી નહિ જાણવામાં આવેલું સાહિત્ય એમની કૃતિમાં જોવામાં આવે છે. તેમના પ્રયાસ જૈન સમાજે તા ખાસ વધાવી લેવા જોઇએ, કારણ તેમનું સાહિત્ય તા તેમણે પૂરેપૂરું આ કૃતિમાં ઉપયેાગમાં લીધું છે. વાદરા-કૉલેજ કેશવલાલ હિંમતરામ કામદાર
( ૪ )
આપના પ્રયાસને હું ખરેખર સ્તુત્ય ગણું છું.
મુંબઇ
વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય
( ૫ )
જૈન સાહિત્યના પ્રામાણિક ગ્રન્થામાંથી હકીકતની સંભાળપૂર્વક જે ગવેષણા તેમણે કરી છે, તેમાં જ આ પુસ્તકની ખરી ખૂખી ભરેલી છે. પ્રાચીન ઇતિહાસમાંથી તત્ત્વા ચાળી કાઢવામાં તેમણે અત્યંત પરિશ્રમ ઉઠાવ્યેા દેખાય છે. અને વર્તમાન સન્માનિત મંતવ્યેાથી તેમનાં અનુમાના જે કે લગભગ ઊલટી જ દિશાનાં છે, છતાં કબૂલ કરવું પડે છે કે, તેમના નિર્ણયાથી રસભરી ચર્ચા અને વિવાદ ઊભાં થશે અને તેમાંથી કંઈ અનેરા લાલ પ્રાપ્ત થશે.
વડાદરા-માધ્યવિદ્યામંદિર
ડ્રા. બી. ભટ્ટાચાર્યે