________________
મને સંપૂર્ણ ખાત્રી છે કે પ્રાચવિદ્યાના અભ્યાસીઓ તેનો સર્વશ્રેષ્ઠ સત્કાર કરશે. મુંબઈ-વીસન કોલેજ
એચ. ડી. વેલીન્કર
( ૭ ) 3. ત્રિભુવનદાસ લહેરચંદ શાહે હિંદના પ્રાચીન યુગને ઈતિહાસ ઉપજાવી કાઢવાનો જે પ્રયાસ કરેલ છે તે ખરેખર સ્તુત્ય છે. જૈન વિશ્વકોશ અંગે ભેળી કરેલી પ્રમાણભૂત ઐતિહાસિક સામગ્રીને આ ઇતિહાસ ઘડવામાં તેમણે વિવેકપૂર્વક ઉપયોગ કરેલ છે. બંબગોળા જેવા તેમાં દેખાતા કેટલાક નવા નિર્ણયથી ભડકીને ભાગવાને બદલે, હરેક ઇતિહાસપ્રેમી વિદ્યાર્થી તેમજ અભ્યાસી, પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક આ ગ્રન્થને અભ્યાસ કરશે તે મારી ખાત્રી છે કે તે યુગના ઇતિહાસના કિલષ્ટ અને શંકાસ્પદ પ્રશ્નો ઉપર ઘણું નવું અજવાળું પડશે, અને વિદ્યાર્થીઓને આપણે કેવે આડે રસ્તે દોરતા હતા તેનું સહજ ભાન થશે. કેળવણીખાતાઓ તેમ જ પુસ્તકાલય વિગેરેના અધિકારીઓ આ પ્રયાસ તરફ સહાનુભૂતિ દર્શાવશે એવી આશા છે. મુંબઈ-પ્રીન્સ ઑફ વેલ્સ મ્યુઝીઅમર ગિરિજાશંકર વલભજી આચાર્ય
આ પ્રન્ય ઘણે શ્રમ લઈ તથા ઘણાં પુસ્તકનાં અસલ આધારે, શિલા અને તામ્રલેખે, સિક્કા વિગેરે જોઈ આધારભૂત ગણી શકાય તેવું બનાવ્યું છે. સર્વ રીતે ઉત્તેજનને પાત્ર છે એમ મને લાગે છે. વડેદરા
ર. બ. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ દેશભાષામાં આવા પુસ્તકની અત્યંત જરૂર વર્ષો થયાં લાગ્યા કરતી હતી. દાક્તર ત્રિભુવનદાસે વર્ષો સુધી મહેનત કરી તેવું એક પુસ્તક તૈયાર કર્યું છે, એ ખરેખર બહુ ખુશી થવા જેવું છે. દરેક શાળા, દરેક લાયબ્રેરી અને બની શકે તેવી દરેક વ્યક્તિએ એ પુસ્તક અવશ્ય વસાવવા જેવું છે. મુંબઈ–વીમેન્સ યુનીવરસીટી
હિંમતલાલ ગણેશજી અંજારિયા
( ૧૦ ). આ પુસ્તક પ્રગટ થતાં એક અગત્યની જરૂરિયાત પૂરી પાડવાનું ધારી શકાય છે. ઇતિહાસનો શોખ વધતા જાય છે, એવા સમયમાં આ પુસ્તક ગુજરાતી સાહિત્યમાં મોટી ખોટ પૂરી પાડશે. મુંબઈ
મોતીચંદ ગીરધરલાલ કાપડિયા
( ૧૧ ) જૈન ઈતિહાસમાં એક ક્રાન્તિકારી યુગ ઊભો થશે અને વિશારદ અને અન્ય કાર્યકર્તાઓને તે ક્ષેત્રમાં વિશેષ અભ્યાસ કરવાને પૂરતી સામગ્રી મળી કહેવાશે. ઉમેદપુર
ગુલાબચંદજી હા
( ૧૨ ) હમકે અતીવ સંતોષ હુઆ. બહેન સમયસે હમ ઇસ ચીજકે ચાહતે થે આજ વહી હમારી દષ્ટિ આઈ. પાલનપુર
વિજયવલભસૂરિ
(૧૩) પુસ્તક અતિ મહત્ત્વનું થશે. પાટણ
પ્રવર્તક કાંતિવિજયજી
(૧૪) પુસ્તક ઉપયોગી થશે. અમદાવાદ
વિજ્યનીતિસૂરિ